મુંબઈ : અશ્લીલ વિડિયો કેસમાં પોલીસે શર્લિન ચોપડાનું નિવેદન નોંધ્યું

21 March, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ પોલીસના સાઇબર સેલે ગઈ કાલે ઑનલાઇન પ્રકાશિત થયેલા અશ્લીલ વિડિયોના કેસ સંદર્ભે એક્ટર શર્લિન ચોપડાનું નિવેદન નોંધ્યું હતું.

શર્લિન ચોપડા

મુંબઈ પોલીસના સાઇબર સેલે ગઈ કાલે ઑનલાઇન પ્રકાશિત થયેલા અશ્લીલ વિડિયોના કેસ સંદર્ભે એક્ટર શર્લિન ચોપડાનું નિવેદન નોંધ્યું હતું.

મુંબઈ પોલીસના સાઇબર સેલના એક અધિકારીએ ‘મિડ-ડે’ને આ સંબંધે જણાવતાં કહ્યું હતું કે અમે શર્લિન ચોપડાનું નિવેદન ચકાસી રહ્યા છીએ અને જો આવશ્યકતા હશે તો તેને ફરી બોલાવીશું.

સાઇબર સેલે ૬૭ વર્ષના નિવૃત્ત કસ્ટમ્સ ઑફિસરની ફરિયાદને પગલે એફઆઇઆર ફાઈલ કરી હતી. શર્લિન ચોપડા વિરુદ્ધ આઇપીસી અને આઇટી અૅક્ટની વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ૬ ઓટીપી પ્લૅટફૉર્મ સામે પણ ગુનો નોંધાયો છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે ગૂગલ સર્ચ એન્જિન પર જ્યારે શર્લિન ચોપડાનું નામ લખવામાં આવે કે તરત જ તેના અશ્લીલ વિડિયો સ્ક્રીન પર આવે છે, ફરિયાદીએ આ વિડિયો એક પેનડ્રાઇવમાં ઉતારીને સાઇબર સેલને સુપરત કરી હતી.

આવા પોર્નોગ્રાફીના વિડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરનાર વ્યક્તિ સામે આકરાં પગલાં લેવાવાં જ જોઈએ. આવી ફિલ્મોની બાળકો પર ખરાબ અસર પડે છે એમ આ ફરિયાદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું.

sherlyn chopra mumbai mumbai news mumbai police