Mumbai Guidelines: મુંબઇ પોલીસે જાહેર કરી નવી ગાઇડલાઇન્સ, જાણો નિયમો

07 April, 2021 06:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમારી પહેલી પ્રાથમિકતા કોરોનાને અટકાવવું  છે, આને લઈને હવે લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઇપણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે કોરોના વધતો જાય છે જેને જોતાં મુંબઇ પોલીસે નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે. આ નવી ગાઇડલાઇન્સ પ્રમાણે શહેરમાં અનેક પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. જેથી કોરોના પર લગામ લગાડી શકાય. આ મામલે રાજ્ય સરકારનું પણ એ જ કહેવું છે કે અમારી પહેલી પ્રાથમિકતા કોરોનાને અટકાવવું  છે, આને લઈને હવે લાપરવાહી ચલાવી લેવામાં નહીં આવે. જો કોઇપણ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

નવી કોરોના ગાઈડલાઇન્સ

વીકેન્ડમાં સાર્વજનિક સ્થળે સવારે 7 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી પાંચ લોકોથી વધારે આવ-જાની પરવાનગી નથી.
વીકેન્ડમાં રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધી જરૂરી સેવાઓ સિવાય અન્ય કોઇપણ પ્રકારનું આવાગમન પ્રતિબંધિત રહેશે.
સમુદ્ર તટ (Sea Beach) 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
ગાર્ડન અને સાર્વજનિક મેદાનોમાં સવારે 7 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી પાંચથી વધુ લોકોને જવાની પરવાનગી નહીં મળે.
આવશ્યક સેવાઓ છોડીને દુકાનો, બજાર અને મૉલ સંપૂર્ણ રીતે બંધ રહેશે.
આવશ્યક સેવાઓ હંમેશાં ચાલુ રહેશે.
ખાનગી કાર્યાલય બંધ રહેશે. (આવશ્યક સેવાઓ સિવાય)
ફિલ્મ અને ટીવી શૂટિંગ માટે શરતો સાથે પરવાનગી આપવામાં આવી છે.
ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક કાર્યો પર પ્રતિબંધ રહેશે.
મનોરંજન સેવાઓ (સિનેમા, થિયેટર, ઑડિટૉરિયમ, ઑર્કેડ, વૉટર પાર્ક, ક્લબ, સ્વિમિંગ પૂલ, જિમ, રમત સ્થળો) બંધ રહેશે.
 
સાર્વજનિક પરિવહન માટે નિયમ
ઑટો રિક્શામાં ચાલક સહિત બે સવારી
ટૅક્સીમાં ચાલક સહિત 50 ટકા ક્ષમતા
બસમાં બેસવાની સંપૂર્ણ ક્ષમતા અને ઉભા પ્રવાસી એક પણ નહીં.
ટ્રેન/બસ/ફ્લાઇટ દ્વારા આવતી-જતી દરેક વ્યક્તિ દરેક સમયે પ્રવાસ કરી શકે છે.
પ્રાઇવેટ બસ/ વાહનો દ્વારા પ્રવાસ કરનારા ઔદ્યોગિક શ્રમિક-વેલિડ આઇડી કાર્ડનો ઉપયોગ કરીને કોઇપણ સમયે પ્રવાસ કરી શકે છે.

ખાનગી વાહન:
સામાન્ય દિવસોમાં સવારે 7 વાગ્યે-8 વાગ્યે- પરવાનગી
આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો રાતે 8 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી અને શુક્રવારે રાતે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી છૂટ રહેશે.
સરકારી કાર્યાલય 50 ટકા ક્ષમતા સાથે ખુલા રહેશે આ દરમિયાન કોઇપણ આગંતુકને આવવાની પરવાનગી નહીં હોય. કોઈપણ આગંતુકને અનુમતિ નથી.

કોવિડ-19, વીજળી, પાણી, બૅન્કિંગ અને નાણાંકીય સેવાઓના જવાબ માટે જરૂરી સરકારી કાર્યાલય 100 ટકા ક્ષમતા સાથે ખુલશે. જણાવવાનું કે મહારાષ્ટ્રમાં દિવસે ને દિવસે સ્થિતિ ચિંતાજનક થતી જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 55469 નવા કેસની પુષ્ઠિ થઈ છે અને 297 સંક્રમિતોના નિધન પણ નોંધાયા છે. અત્યાર સુધી 34256 લોકોને સ્વસ્થ મળ્યા પછી હૉસ્પિટલથી ઘરે મોકલી દેવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય વિભાગ પાસાથે મળેલા આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોના સંક્રમણના કુલ 3113354 કેસ નોંધાયા છે, જેમાંથી 472283 દર્દીઓ સક્રીય છે. કુલ 2583331 હવે સ્વસ્ત થઈ ચૂક્યા છે. આ મહામારીને કારણે કુલ 56330 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Mumbai Mumbai news coronavirus covid19