ગુલશન કુમારની હત્યા કેસના સહ-આરોપીની પોલીસે ફરી કરી ધરપકડ, જાણો મામલો

30 July, 2024 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Police: પોલીસે ઈમ્તિયાઝ પાસેથી રૂ. 1 લાખની કિંમતનો 60 ગ્રામ મોફિડિન (MD) પાવડર જપ્ત કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

મ્યુઝિક કંપની ટી સિરીઝના માલિક ગુલશન કુમારની હત્યાના કેસમાં સહ-આરોપી ઇમ્તિયાઝ દાઉદ મર્ચન્ટની બીજા વધુ એક મામલે પોલીસ (Mumbai Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઇમ્તિયાઝ દાઉદ મર્ચન્ટ છેલ્લા અનેક દિવસોથી થાણે નજીક આવેલા મુંબ્રામાં છુપાયેલો હતો. તે મુંબ્રામાં દસ્તગીર મંઝિલ વિસ્તારમાં રહેતો હતો અને ત્યાંથી તે ડ્રગ્સ વેચવાનો બિઝનેસ કરતો હતો. જેથી પોલીસ છેલ્લા અનેક સમયથી તેની શોધી રહી હતી.

પોલીસ દ્વારા મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ ડ્રગ્સ રૅકૅટ (Mumbai Police) સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેથી, પોલીસ મુંબ્રાના વિસ્તારોમાં દરોડા પાડીને ડ્રગ્સ ડીલરો અને ગેન્ગની શોધમાં હતી. આ મામલે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આખરે આ કેસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. આ કેસમાં મુંબ્રા પોલીસે દરોડા પાડી ગુલશન કુમારની હત્યામાં સામેલ મુખ્ય આરોપી અબ્દુલ રઉફ મર્ચન્ટ ઈમ્તિયાઝના ભાઈની એક લાખ રૂપિયાની કિંમતના 60 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન રાખવા બદલ ધરપકડ કરી હતી. મુંબ્રા પોલીસ દ્વારા કરવાં આવેલી આ કાર્યવાહી અંગે એક અધિકારીએ કહ્યું હતું કે "એક વ્યક્તિ મુંબ્રામાં ડ્રગ્સ વેચવા આવશે તેવી સૂચનાના આધારે, અમે એક ટીમ બનાવીને ઇમ્તિયાઝ દાઉદ મર્ચન્ટની ધરપકડ કરવા માટે જાળ ગોઠવ્યું હતી. મુંબ્રાના આ વિસ્તારમાં ડ્રગ્સ પેડલર્સને નાબૂદ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને તે ઘણી હદ સુધી સફળ રહી છે. આ ઝુંબેશમાં ડ્રગ્સ લેવાના કુલ 390 કેસ અને કબજે કરવાના 15 કેસ નોંધાયા હતા.

ગુલશન કુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમારની હત્યા (Mumbai Police) કરતા પહેલા તેમની પાસેથી પૈસાની માગણી કરવામાં આવી હતી. આ પછી, ગુલશન કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી સમગ્ર દેશ ચોંકી ગયો હતો. આ હત્યા કેસમાં ઇમ્તિયાઝ દાઉદ મર્ચન્ટ સહઆરોપી હતો. ઇમ્તિયાઝ મર્ચન્ટનો ભાઈ અબ્દુલ રઉફ મર્ચન્ટ ગુલશન કુમારની હત્યા કેસમાં મુખ્ય આરોપી છે. ઇમ્તિયાઝ મર્ચન્ટ જૈન ઉદ્દીન ચૌગુલે હત્યા કેસમાં અન્ય સહ-આરોપી હતા. ઈમ્તિયાઝ મર્ચન્ટ પર કલમ 325 અને અન્ય નાના ગુનાઓ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસને માહિતી મળી હતી કે ઇમ્તિયાઝ મર્ચન્ટ મુંબ્રા ડાયઘર વિસ્તારમાં છુપાયેલો છે અને લાંબા સમયથી એમડીનું વેચાણ કરી રહ્યો છે. મુંબ્રા પોલીસ સ્ટેશનની હદમાં એમડી પાવડરના વેચાણ અને વપરાશને લગતા 15 કેસ નોંધાયા છે. NDPS ટીમ દ્વારા મુંબ્રા પોલીસ ડ્રગ ડીલરો અને યુઝર્સ સામે કડક કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં કાર્યવાહી કરતી વખતે પોલીસે ઈમ્તિયાઝ દાઉદ મર્ચન્ટની ધરપકડ કરી હતી. પોલીસે ઈમ્તિયાઝ પાસેથી રૂ. 1 લાખની કિંમતનો 60 ગ્રામ મોફિડિન (MD) પાવડર જપ્ત કર્યો છે. આ કેસમાં પોલીસની વધુ તપાસ ચાલી રહી છે.

mumbai police mumbra Crime News t-series mumbai crime news