09 October, 2025 12:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈમાં એક બેઠક દરમિયાન યુકેના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ (Mumbai)ના રાજભવન ખાતે યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી હતી. હાલમાં બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મર ભારતની મુલાકાતે આવ્યા છે. આજે આ બન્ને નેતાઓની વચ્ચે બેઠક થઇ હતી. બન્ને નેતાઓએ એકબીજાને હાથ મિલાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગઈકાલે કીર સ્ટાર્મરે મુંબઈમાં એકપછી એક સંવાદકાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓએ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરી હતી અને ભારત-યુકે વેપાર ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી હતી. ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, "આ સૌથી મોટું વેપાર મિશન છે જે યુનાઇટેડ કિંગડમ તરફથી ભારતમાં આવ્યું છે"
આ વર્ષે જુલાઈમાં બંને દેશો વચ્ચે થયેલા મુક્ત વેપાર કરાર (એફટીએ)ને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવતાં કીર સ્ટાર્મરે જણાવ્યું તું કે, "અમારો યુરોપિયન યુનિયન છોડ્યા બાદનો આ સૌથી મોટો સોદો છે. મને લાગે છે કે તે ભારતનો પણ અત્યાર સુધીનો સૌથી મોટો સોદો છે, માટે જ તે અત્યંત મહત્વપૂર્ણ છે" વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાત (Mumbai) દરમિયાન જુલાઈ ૨૦૨૪માં યુકે-ભારત મુક્ત વેપાર કરાર (એફટીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે એક સીમાચિહ્નરૂપ સોદો છે જેનો હેતુ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારને વાર્ષિક ૨૫.૫ અબજ ડોલર સુધી વધારવાનો છે.
ભારતની વિઝીટ પર આવેલા કીર સ્ટાર્મરે એવું પણ જણાવ્યું હતું કે ભારતનો જાણીતો ફિલ્મ સ્ટુડિયો- યશરાજ ફિલ્મ્સ (વાયઆરએફ)ના ત્રણ મુખ્ય નિર્માણોનું શૂટિંગ બ્રિટિશ હાઈ કમિશન અનુસાર ૨૦૨૬થી યુનાઇટેડ કિંગડમના સ્થળોએ કરવામાં આવશે. આ સાથે જ કીર સ્ટાર્મર હિંદુ સંસ્કૃતિના રંગે પણ રંગાયા હોય એવું જાણવા મળ્યું છે. તેમણે ગઈકાલે મુંબઈ (Mumbai)માં દીવડાઓ પણ પ્રગટાવ્યા હતા. હવે જ્યારે દીપાવલીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચેના આ ઊંડા સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ કરે છે.
Mumbai: યુનાઇટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટાર્મરે મુંબઈમાં ફૂટબોલના ચાહકો સાથે પણ મુલાકાત કરી હતી અને ભારતની અંદર રમતના વિકાસ પર પ્રીમિયર લીગના તાલીમ કાર્યક્રમની ભૂમિકાને વખાણી હતી અને ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ફૂટબોલ કઈ રીતે અનેક સમુદાયોને એક તંતુમાં બાંધે છે. ગઈકાલે પ્રીમિયર લીગે મુંબઈના કો-ઓપરેશન ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે કોમ્યુનિટી કોચ ડેવલપમેન્ટ શોકેસનું આયોજન કર્યું હતું, જે પાયાના સ્તરે દેશના કોમ્યુનિટી ફૂટબોલ વર્કફોર્સના વિકાસ માટેનું મહત્વપૂર્ણ પગલું છે.
યુકેના વડા પ્રધાનની આ મુલાકાત જુલાઈમાં વડા પ્રધાન મોદીની યુકેની યાત્રા બાદ આયોજિત થઇ છે. આ યાત્રા (Mumbai) દરમિયાન મહત્વના વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેમ જ નવા રોકાણ અને નિકાસમાં લગભગ PS6 બિલિયનના લાભની પણ શક્યતા વ્યક્ત કરી હતી.