મુંબઈ: એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 4 રૂપિયાનો ઘટાડો

12 February, 2020 07:46 AM IST  |  Mumbai

મુંબઈ: એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 4 રૂપિયાનો ઘટાડો

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં કોરોના વાઇરસના કેર વચ્ચે ક્રૂડ ઑઇલના ભાવ તૂટી રહ્યા છે. ક્રૂડ ઑઇલના ભાવ ઘટવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ૧ર જાન્યુઆરી બાદ ભારતમાં એક મહિનામાં પેટ્રોલ પ્રતિલિટર ૪ રૂપિયા જેટલું સસ્તું થઈ ગયું છે. આજે પણ પેટ્રોલમાં પ્રતિલિટર ૧૬ પૈસા સુધીનો ઘટાડો થતાં પેટ્રોલના ભાવ પાંચ મહિનાની સૌથી નીચી સપાટીએ આવી ગયા છે.

છેલ્લા છ દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગઈ કાલે દિલ્હીમાં પેટ્રોલના ભાવ પાંચ મહિનામાં પ્રથમ વખત ઘટીને પ્રતિલિટર ૭ર રૂપિયાની નીચે પહોંચી ગયો છે અને ગઈ કાલે દિલ્હીમાં પ્રતિલિટર પેટ્રોલનો ભાવ ૭૧.૯૪ રૂપિયા છે. ઇન્ડિયન ઑઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં આ અગાઉ ૧૩ સપ્ટેમ્બરે પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૭૧.૮૯ રૂપિયા હતો અને ૧૪ સપ્ટેમ્બરે પેટ્રોલના ભાવ ૭૧.૯૭ રૂપિયા હતો.

આ પણ વાંચો : પવઈમાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયેલા વૃદ્ધને પોલીસ શોધી રહી છે

એ જ રીતે ગઈ કાલે દિલ્હીમાં ડીઝલના ભાવમાં પ્રતિલિટર ર૦ પૈસાનો ઘટાડો થઈને ૬૪.૮૭ રૂપિયા પર પહોંચી ગયો છે. મુંબઈ અને કલકત્તામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર ૧૬ પૈસાના ઘટાડાના પગલે અનુક્રમે ૭૭.૬૦ રૂપિયા અને ૭૪.પ૮ રૂપિયા પર પહોંચી ગયો છે, જ્યારે ચેન્નઈમાં પ્રતિલિટર ૧૭ પૈસાના ઘટાડાના પગલે પેટ્રોલનો ભાવ ૭૪.૭૩ રૂપિયા પર પહોંચી ગયો છે.

mumbai mumbai news