મલાડ-કાંદિવલીના લોકો છે સૌથી વધુ બેફામ ડ્રાઇવર્સ

25 March, 2021 11:37 AM IST  |  Mumbai | Vishal Singh

૩૩ કેસ સાથે સહારનો ત્રીજો ક્રમ : ત્યાર બાદ ચોથા અને પાંચમા નંબરે દહિસર અને મુલુંડ આવે છે

ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ઉલ્લંઘન કરનારા મોટા ભાગના લોકો રાતે ઝડપાયા હતા.

મુંબઈ ટ્રાફિક પોલીસ (એમટીપી)એ બેફામ વાહન હંકારનારા લોકો વિરુદ્ધની એની ઝુંબેશ વધુ વેગવાન બનાવી છે. આમાંના મોટા ભાગના લોકો રાતના સમયે ગતિમર્યાદાનો ભંગ કરતા જણાયા હતા. આ પહેલ ૨૩ જાન્યુઆરીએ શરૂ કરાઈ હોવા છતાં મોટા ભાગની કાર્યવાહી માર્ચના પ્રથમ ૨૧ દિવસમાં હાથ ધરાઈ હતી.

ટ્રાફિક વિભાગે ૨૩ જાન્યુઆરીથી ૨૧ માર્ચ સુધીમાં ૫૧૫ કેસ નોંધ્યા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. એમાંથી એકલા ૪૭૭ કેસ ૧ માર્ચથી ૨૧ માર્ચ સુધીમાં નોંધાયા હતા. એમાં ૪૭૭ રાઇડર્સ આરોપોનો સામનો કરી રહ્યા છે અને પોલીસે ૫૫૮ ટૂ-વ્હીલર્સ જપ્ત કર્યાં છે.

દિંડોશીમાં ૪૩ વાહનો જપ્ત થવા સાથે સૌથી વધુ ૩૯ કેસ નોંધાયા હતા. આ વિસ્તારની મોટા ભાગની કાર્યવાહી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ફિલ્મસિટી રોડ પર તેમ જ ઑબેરૉય મૉલ નજીક કરવામાં આવી હતી.
ત્યાર પછી કાંદિવલીમાં ૩૮ કેસ નોંધાયા હતા. ૩૩ કેસ સાથે સહારનો ત્રીજો ક્રમ રહ્યો હતો. ૨૯ કેસ સાથે દહિસર ચોથા અને મુલુંડ ૨૮ કેસ સાથે પાંચમા ક્રમે રહ્યું હતું.

mumbai mumbai news mulund kandivli malad vishal singh