Mumbai : નિર્ભયા ટીમે દરિયામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કરનાર એક મહિલાને બચાવી

20 September, 2021 01:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નિર્ભયા ટીમનું નેતૃત્વ કરનાર સબ-ઇન્સ્પેક્ટર શીતલ મેંગડેએ કહ્યું કે “સદનસીબે, તે સમયે ઓટ હોવાના કારણે પાણી ઓછું હતું. અમે સ્થાનિક માછીમારોની મદદથી તેને બચાવી લીધી હતી.”

પ્રતિકાત્મક તસવીર

ખાર પોલીસ હેઠળ નવી રચાયેલી નિર્ભયા ટીમે બાંદ્રા (પશ્ચિમ)માં કાર્ટર રોડ પર દરિયામાં કૂદકો મારી 100 મીટરથી વધુ અંદર ગયેલી 19 વર્ષીય મહિલાને શુક્રવારે બચાવી હતી. પતિ સાથેના ઝઘડા બાદ તેણીએ જીવન સમાપ્ત કરવાનું આ પગલું ભર્યું હતું.

ઘટનાની પુષ્ટિ કરતા, ખાર પોલીસે જણાવ્યું કે નિર્ભયા ટીમ 12.45 વાગ્યાની આસપાસ કાર્ટર રોડના ખાર છેડે પેટ્રોલિંગ કરી રહી હતી જ્યારે તેમને એક મહિલા વિશે માહિતી મળી હતી જેણે ખડકો ચઢીને સમુદ્રમાં ઝંપલાવ્યું હતું.

નિર્ભયા ટીમનું નેતૃત્વ કરનાર સબ-ઇન્સ્પેક્ટર શીતલ મેંગડેએ કહ્યું કે “સદનસીબે, તે સમયે ઓટ હોવાના કારણે પાણી ઓછું હતું. અમે સ્થાનિક માછીમારોની મદદથી તેને બચાવી લીધી હતી.”

ખારની નિવાસીએ થોડા મહિના પહેલા તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા. પોલીસે કહ્યું કે તેણીને ઘરેલુ હિંસા અથવા દહેજ સતામણી સંબંધિત કોઈ ફરિયાદ નથી, પરંતુ દંપતીનો વ્યક્તિગત જીવનની કેટલીક પસંદગીઓ પર ઝઘડો થયો હતો.

પોલીસ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેણીને ઘરે પરત મોકલવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈ મદદની જરૂર હોય તો પોલીસે તેનો સંપર્ક નંબર પણ આપ્યો હતો.

mumbai news mumbai police mumbai khar