વરલી સી-ફેસ પરનાં વૃક્ષોના નિકંદન માટે જવાબદાર જાહેરાતો દૂર કરાઈ

05 March, 2020 07:43 AM IST  |  Mumbai | Sanjeev Shivadekar

વરલી સી-ફેસ પરનાં વૃક્ષોના નિકંદન માટે જવાબદાર જાહેરાતો દૂર કરાઈ

વરલીમાં વૃક્ષો કાપી હોર્ડિંગ્સ લગાવાયું હતું. બુધવારે એમાંથી જાહેરાતને હટાવી લેવામાં આવી હતી. તસવીરો : આશિષ રાજે

વરલી સી-ફેસ પર વૃક્ષોને મારીને કે પછી કાપીને મૂકવામાં આવેલાં સ્વચ્છ ભારતનાં હોર્ડિંગ્સને ‘મિડ-ડે’ના અહેવાલ પછી દૂર કરવામાં આવ્યાં છે. વરલી સી-ફેસ પરનાં હોર્ડિંગ્સ સરળતાથી લોકોની નજરે ચડે એ માટે વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં હતાં તથા અમુક કિસ્સામાં એને ઝેરનાં ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. 

વૃક્ષોને આડેધડ કાપવામાં આવ્યાં હોવાનો એમએનએસના ભૂતપૂર્વ કૉર્પોરેટર સંતોષ ધુરીએ એવો દાવો કર્યો હતો કે સ્કૂલના વૉચમૅને કેટલાક લોકોને વૃક્ષોને ઝેર આપતા જોયા અને તે તેમને પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જોકે પોલીસે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધીને જવા દીધા હતા. ધુરીએ કહ્યું હતું કે આ ઘટના માટે બીએમસી અને પીડબ્લ્યુડી વિભાગ સમાન રીતે જવાબદાર છે. પ્રશાસને પણ એવા સ્થળે હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપી જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ છે.

આ પણ વાંચો : ગૅન્ગ-રેપ અને હત્યાના આરોપીને 24 દિવસમાં કરાઈ ફાંસીની સજા

બીએમસીમાં શિવસેના સત્તા પર છે અને હવે તે એવો કાયદો લાવી રહ્યું છે કે જેમાં હોર્ડિંગ્સ માટે વૃક્ષો કાપવાની પરવાનગી નહીં આપવામાં આવે. ગુનેગારોને આકરી સજા કરવામાં આવશે.

aaditya thackeray worli mumbai news brihanmumbai municipal corporation sanjeev shivadekar