10 July, 2023 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ(Mumbai)ના બાંદ્રા (Bandra)બીચ પર રવિવારે એક મહિલા દરિયામાં ડૂબી ગઈ હતી. મહિલાની ઓળખ જ્યોતિ સોનાર તરીકે થઈ છે. ફાયર બ્રિગેડે પોલીસ અને BMC કર્મચારીઓ સાથે મળીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું કે જ્યોતિ સોનાર નામની 27 વર્ષીય મહિલા મુંબઈ (Mumbai)ના બાંદ્રા (Bandra)માં દરિયામાં ડૂબી ગઈ. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.
આ દરમિયાન ભારે ભરતીની આગાહીને ધ્યાનમાં રાખીને મુંબઈ (Mumbai)ના જુહુ બીચ (Juhu Beach)ને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તે જ સમયે, હવામાન વિભાગ (IMD) એ રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અગાઉ ગત મહિને જુહુ બીચ પર ટિનેઝર ડૂબી ગયા હતા.વાકોલાના દત્ત મંદિર રોડ પર રહેતા 8 ટીનેજર મિત્રોનું ગ્રુપ ઘરેથી ક્રિકેટ રમવા નીકળ્યું હતું, પણ ત્યાર બાદ તેઓ જુહુ બીચ પહોંચી ગયા હતા.જુહુ બીચ પર પહોંચેલા એ મિત્રોમાંથી પાંચ મિત્રો પાણીમાં ઊતર્યા હતા અને બિપરજૉય વાવાઝોડની અસરને કારણે ઊંચા ઊછળેલા મોજામાં તણાઈ ગયા હતા.
જોકે, સ્થાનિક માછીમારોએ એક ટીનેજરને બચાવી લીધો હતો. ડુબેલા ટિનેજરને બચાવવા માટે સ્થાનિક માછીમારો, ફાયરબ્રિગેડ અને નેવીની પણ મદદ લેવાઈ હતી. આખરે ભારે જહેમત બાદ ચારેચાર ગુજરાતી કિશોર 15 વર્ષનો જય રોશન તાચપરિયા, 12 વર્ષનો મનીષ યોગેશ ઓગાનિયા અને તેનો 15 વર્ષનો ભાઈ શુભમ યોગેશ ઓગાનિયા તથા 16 વર્ષનો ધર્મેશ વાલજી ભોજાઈયાના મૃતદેહ મળી આવ્યા હતા.
ભારતીય-અમેરિકન નાગરિક નૂરિયા હવેલીવાલાનું મુંબઈમાં અવસાન થયું
ભારતીય-અમેરિકન નાગરિક નૂરિયા હવેલીવાલા (41)નું મુંબઈ (Mumbai)ની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી. નુરિયાને 2010માં દારૂ પીને ડ્રાઇવિંગ કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો જેમાં બે લોકોના મોત થયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે તે ડિપ્રેશનમાં હતી અને મંગળવારે ચર્ની રોડ પર આવેલી સૈફી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
મિત્ર સાથેની દલીલમાં શિવાજી પર વાંધાજનક ટિપ્પણી
ગુજરાતના વડોદરામાં આર્યન પટેલની છત્રપતિ શિવાજી મહારાજ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે ધરપકડ કરી છે. આરોપીએ મિત્ર સાથેની દલીલ દરમિયાન 17મી સદીના મરાઠા શાસક પર કેટલીક વાંધાજનક ટિપ્પણી કરી હોવાના અહેવાલ છે.