પશ્ચિમ રેલવેએના મોટરમૅન સ્ટાફને રિલેક્સ કરવા હવે ડિસ્ટ્રેસ હબ બનાવ્યાં

15 February, 2020 07:49 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પશ્ચિમ રેલવેએના મોટરમૅન સ્ટાફને રિલેક્સ કરવા હવે ડિસ્ટ્રેસ હબ બનાવ્યાં

ડિસ્ટ્રેસ હબ

લોકલ ટ્રેનના ડ્રાઇવરોનું કામ સહેલું નથી. દિવસના અનેક કલાકો સુધી સતત પ્રત્યેક કિલોમીટરે સિગ્નલ ક્રેસ કરવાં, રેલવે ટ્રેક ક્રોસ કરનારા મુસાફરોનું ધ્યાન રાખવું અને ચર્ચગેટ અને વિરાર વચ્ચે દરેક સ્ટેશને ચોક્કસ પૉઇન્ટ પર ટ્રેન ઊભી રાખવી એ ઘણું જ અઘરું અને ધીરજનું કામ છે. સ્પષ્ટપણે કહીએ તો મધ્ય અને પશ્ચિમ રેલવેના મોટરમૅનોને મેડિટેશનની તાકીદે જરૂર છે.

ગઈ કાલે પશ્ચિમ રેલવેએ ચર્ચગેટ અને બોરીવલી સ્ટેશન પર મોટરમૅનો અને ગાર્ડને રિલેક્સ થવા માટેના ‘ડિસ્ટ્રેસિંગ હબ’નું ઉદ્ઘાટન કરાયું હતું. અહીં તેઓ પોતાનો થાક હળવો કરી શકે છે, રોષ ઓછો કરી શકે છે, રમતો રમી શકે છે તેમ જ ટી.વી. પણ જોઈ શકે છે. ડ્રાઇવરો અને મોટરમૅનોને આખા દિવસમાં એક કલાકનો વેઇટિંગ પીરિયડ મળતો હોય છે, તે સમયે રેલવે દ્વારા તૈયાર કરવામાં આવેલા હબમાં મૂકવામાં આવેલાં સાધનોની મદદથી તેઓ પોતાના મન અને શરીરનો થાક હળવો કરી શકે છે એમ જણાવતાં આ હબ તૈયાર કરનારા રેલવેના ડિવિઝનલ મૅનેજર જી. વી. એલ. સત્યકુમારે વધુમાં ઉમેર્યું હતું કે ૧૫ દિવસની અંદર વિરારમાં આવો જ હબ તૈયાર કરવામાં આવશે.

૯.૫ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ હબમાં ટી.વી. રૂમ, કેરમ અને ચેસ જેવી ગેમનો રૂમ અને રિલેક્સેશન રૂમ છે. હબમાં મેડિટેશન રૂમ પણ છે, જ્યાં તેમને તણાવથી દૂર કરવા સત્યકુમાર કાઉન્સેલિંગ કરવા ઉપસ્થિત રહેશે. આ હબને પગલે મોટરમૅનોના સિગ્નલ પાસિંગ એટ ડેન્જર(એસપીએડી) દરમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા રાખવામાં આવે છે.

western railway mumbai railways mumbai news mumbai rajendra aklekar