મુલુંડની સ્વપ્નનગરીમાં ફરતો મગર પકડાયો

24 February, 2020 07:44 AM IST  |  Mumbai

મુલુંડની સ્વપ્નનગરીમાં ફરતો મગર પકડાયો

મુલુંડમાં ફરતો મગર પકડાયો

મુલુંડવાસીઓને છેલ્લા બે મહિનાથી ફફડાવનાર મગર આખરે પાંજરે પુરાઈ ગયો છે. મુલુંડ પશ્ચિમના સ્વપ્નનગરી નજીક એક બાંધકામ સ્થળ પર થોડા મહિના પહેલાં જોવા મળેલો ૬ ફુટ લાંબો મગર રવિવારે વહેલી સવારે તેને પકડવા માટે રાખેલા પાંજરામાં ફસાઈ ગયો હતો. 

વાઇલ્ડ વેલ્ફેર અસોસિએશનના રોહિત મોહિતેએ જણાવ્યું હતું કે તેમનું સ્વપ્નનગરી વિસ્તારમાં કૉર્ટમાંના કેસને કારણે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ અટકી પડ્યું છે અને ત્યાં અગાઉથી જ ૨૦થી પચીસ ફુટનો ખાડો ખોદી રાખવામાં આ‍વ્યો હતો જેમાં વરસાદ અને ગટરનું પાણી ભરાઈ ગયું છે. ચોમાસાના અંત ભાગમાં ભારે વરસાદને કારણે સંજય ગાંધી નૅશનલ પાર્કમાંથી વરસાદના પાણી સાથે એક મગર તણાઈને અહીં આવ્યો હતો અને આ ખાડામાં તેણે છેલ્લા દોઢ મહિનાથી આશરો લીધો હતો.
આ સંબંધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ મગર છેલ્લા દોઢ મહિનાથી પાણીમાં જ હતો. આ મગરને પકડવા માટે અમે બે સંસ્થાનો સહકાર લીધો હતો એની સાથે જ અમે અહીં બે ગુપ્ત પાંજરા બનાવ્યા હતા.

આ પણ વાંચો : કોરોના ઇફેક્ટ: 44 કરોડ રૂપિયાના ખર્ચે હવે ક્વૉરન્ટિન ફૅસિલિટી બંધાશે

છેલ્લા દોઢ મહિનાથી આ મગરને પકડવા માટે અમે પુષ્કળ પ્રયાસ કર્યા હતા, પણ રવિવારે સવારે મગરને પકડવામાં અમને યશ મળ્યો હતો. મગરને પકડી અને તેના ઈલાજ માટે તેને સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક ઉપચાર બાદ સંજયનગર ગાંધી પાર્કમાં કુદરતી વાતાવરણમાં તેને છોડી દેવામાં આવશે.

mulund sanjay gandhi national park mumbai mumbai news