BMCના નેતાનું કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ છોડવાની ધમકી આપતું રેકોર્ડિંગ

01 December, 2020 12:39 PM IST  |  Mumbai | Sanjeev Shivadekar

BMCના નેતાનું કોન્ટ્રાક્ટરને પ્રોજેક્ટ છોડવાની ધમકી આપતું રેકોર્ડિંગ

યશવંત જાધવ

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શિવસેનાના નેતા યશવંત જાધવે એક કોન્ટ્રાક્ટર ફર્મને ભાયખલા, ઇ- વોર્ડના સિવિક પ્રોજેક્ટ્સ છોડી દેવાની ધમકી આપતું રેકોર્ડિંગ મળ્યું છે. કોન્ટ્રાક્ટરને આ કામ ઓનલાઇન ટેન્ડર પ્રોસેસથી મળ્યું ગતું. મિડ-ડે પાસે આ રેકોર્ડિંગ છે જેમાં યશવંત જાધવ, યશ કોર્પોરેશનના પ્રતિનિધિને ભાયખલાના વોર્ડ નંબર 209ના પ્રોજેક્ટ્સ પડતા મૂકવા કહે છે.યશવંત જાધવની પત્ની યામિની જાધવ એ ભાયખલા બેઠક પરથી શિવસેનાની એમએલએ છે.

યશવંત જાધવ ભાયખલાના કોર્પોરેટર છે અને તેમનાં પત્ની આ જ વિસ્તારનાં એમએલએ છે. પ્રતિકાત્મક તસવીર

આ ઑડિયો ક્લિપ એક ફોન રેકોર્ડિંગ છે જે યશ કોર્પોરેશનના એક પ્રતિનિધિએ જ રેકોર્ડ કર્યું છે અને તેમાં જાધવ કહે છે કે, "મેરા મેસેજ મિલા કે નહીં? આપકો સિસ્ટમ માલુમ હૈ કે નહીં? ક્યોં મેરે ઇધર કામ કર રહે હો? આપ વિડ્રો કર લો." જોવાનું એ છે કે યશ કોર્પોરેશનના જે ત્રણ જણાને શહેરના પ્રોજેક્ટ્સ સંભાળવાની સત્તા છે તેમાંથી એક છે વૈભવ ગગન જે પશ્ચિમ સબર્બ્ઝમાં સેનાના એક્ટિવ મેમ્બર છે. 

યામિની જાધવ, શિવસેના એમએલએ (તસવીર ટ્વીટર)

યશ કોર્પોરેશનની પસંદગી ઇ ટેન્ડરિંગ પ્રોસેસથી થઇ હતી જેમાં ઇ વોર્ડના ઢગલાબંધ કામ પાર પાડવાના હતા. આ પ્રોજેક્ટ્સનો ખર્ચ 2.17 કરોડ જેટલો છે. જ્યારે યશ કોર્પોરેશન તરફથી એમ કહેવાય છે કે તેઓ આ પ્રોજેક્ટ્સ નહીં છોડે ત્યારે ફોન પર જાધવ કહે છે કે, "આમ કો યહાં (BMC) કામ કરના હૈ કે નહીં?"

વૈભવ ગગને યશ કોર્પોરેશન દ્વારા પ્રોજેક્ટના અમલીકરણની સત્તા અપાઇ છે, ગગન શિવસેનાના પ્રવૃત્ત સભ્ય છે

વળી જ્યારે કોન્ટ્રાક્ટર કામ છોડી દેવાની જાધવની વાસ સાથે સંમત થવાની નામંજુરી દર્શાવે છે ત્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન કથિતપણે કહે છે કે, "મૈં સમઝતા હૂં, તુમ નહીં સુન રહે હો. નહી સમજ રહે હો. તુમ્હારા આદમી વોર્ડમેં કબ આયેગા, યા તુમ કબ આઓગે, મૈં મિલતા હૂં. યા તુમ કહાં રહેતે હો, વહાં મૈં આતા હું."

ફાઇલ તસવીર

અમારો પુરાવો છે રેકોર્ડિંગ

મિડ ડે સાથે વાત કરતાં યશ કોર્પોરેશનના સુરજપ્રતાપ સિંહ દેવરાએ કહ્યું કે જાધવ સાથેની વાતચીત સલામતીના હેતુથી રેકોર્ડ કરાઇ હતી. તેણે કહ્યું કે, "અમારી ફર્મે જાધવને એ વાતની ખાતરી આપી કે હવેથી અમે ઇ વોર્ડના કોઇપણ પ્રોજેક્ટ માટે બિડ નહીં કરીએ અને વિનંતી કરી કે હમણાં અમને જે કામ મળ્યું છે તે અમને પુરું કરવા દે. પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એ વાતે મક્કમ હતા કે અમારે કામ છોડી જ દેવું. અમારી પાસે કોઇ બીજો ઉપાય ન રહેતા અમે આ વાતચીત રેકોર્ડ કરી લીધી, આ અમે અમારી સલામતી માટે જ કર્યું છે જેથી કાલે ઉઠીને કંઇપણ ખોટું થાય તો અમારી પાસે અમારા દાવાને ટેકો આપવાના પુરાવા હોય." યશ કોર્પોરેશન રમેશ સોલંકીની કંપની છે જે હાલમાં Covid-19ની સારવારમાંથી બેઠા થયા છે. દેવરા સહિત અન્ય બે જણાને યશ કોર્પોરેશને આ કામ પાર પાડવાની જવાબદારી આપી છે.

દેવરાએ ઉમેર્યું કે, "આમ તો બિડ્ઝ ઓપન થાય પછી ત્રણ દિવસમાં સત્તાધિશોએ જે કામ સોંપાય તેનું ચલાણ આપવાનું હોય છે. પણ આ કેસમાં તો BMCએ હજી બિડીંગ પછીની પ્રોસેસ બાકી રાખી છે. રાજકીય દબાણને કારણે આ કામકાજ અટકી ગયું છે. કામમાં મોડું થાય તો એ માટે અમને જવાબદાર ન ઠેરવવા કારણકે હજી BMC વહીવટી ખાતાએ અમારી કંપની કામ શરૂ કરી શકે તે માટેની કાર્યવાહી કરવાની બાકી રાખી છે."

વોર્ડ સ્તરે થતા ઇમર્જન્સી રિપેર વર્ક જેમ કે શૌચાલયનું સમારકામ, ફૂટપાથ, ગટર વગેરેની કામગીરીમાં યશ કોર્પોરેશનને સૌથી ઓછી બિડ કરી હતી. મોટે ભાગે વૈભવ એન્ટરપ્રાઇઝ અને રાજદીપ એન્ટરપ્રાઇઝ આ વિસ્તારમાં આપ્રકારના કામ માટેની બિડમાં જાણીતા પ્લેયર્સ છે. પહેલી વાર યશ કોર્પોરેશને આ બિડીંગમાં ભાગ લીધો અને તેમને આ કોન્ટ્રાક્ટ મળ્યો. 

થોડા વર્ષો અગાઉ, કોન્ટ્રાક્ટર્સે ત્યારના વહીવટી વડા અજોય મહેતાને વોર્ડ સ્તરે થતાં રાજકીય દખલગીરી અને દબાણ અંગે ફરિયાદ કરી હતી. ત્યારે મહેતાએ આ આખી વાતને ગંભીરતાથી લીધી હતી અને તપાસ કરવા કહ્યુ ંહતું, કોઇ સાબિતી ન મળતાં કોઇ કાર્યવાહી નહોતી થઇ. 

દસેક વર્ષ પહેલાં પૂર્વ મુખ્ય મંત્રી પૃથ્વીરાજ ચૌહાણે પણ રાજકારણીઓ અને કોન્ટ્રાક્ટર્સની મિલી ભગત વિષે વાત કરી હતી અને અમુક રસ્તા સુચવ્યા હતા. જો કે દેવરા-જાધવની આ ઘટનાએ સાબિત કર્યું છે કે કોર્પોરેશનમાં હજી પણ "પારંપરિક મિલીભગત"નું તંત્ર ચાલી રહ્યું છે.

જાધવ શું કહે છે

જાધવે મિડ-ડેને જણાવ્યુ ંકે કોન્ટ્રાક્ટર હલકી કક્ષાનું કામ કરવા માટે ખરાબ ગુણવત્તાવાળું કામ કરવા માટે જાણીતો છે, તેણે પહેલા જ્યાં કામ મળ્યું હતું ત્યાં ઉતરતું કામ કર્યું હતું. તેણે કહ્યુ ંકે, "કોન્ટ્રાક્ટરે તો ત્યારે જ તેની સીમા વટાવી હતી જ્યારે તેણે ટકાવારી શેર કરવાના બેઝ પર કામ કરવાની તૈયારી બતાવી. કોઇ પણ કોન્ટ્રાક્ટર સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સાથે આ ભાષામાં વાત જ કેવી રીતે કરી શકે? હું તેના વર્તનથી અકળાયો અને પછી મેં તેને આ પ્રોજેક્ટમાંથી પીછે હઠ કરવા દબાણ કર્યું."

જાધવે ઉમેર્યું કે, "હું આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી દઇશ. આ આખી ઘટના પાછળ રાજકીય હેતુ છે અને કોઇની દખલગીરી છે. એક કોર્પોરેટર તરીકે મને હક છે કે ખરાબ ટ્રેક રેકોર્ડ ધરાવનારા કોન્ટ્રાક્ટર વિશે હું ચેતવણી આપું. મેં સત્તાધિશોને લખ્યું છે કે આ વિવાદી કંપનીને અપાયેલ બધું જ કામ પાછું ખેંચી લેવાય અને મુંબઇમાં તેમણે પહેલા કરેલા આવા પ્રકારના જહેર કામની પણ તપાસ કરાય."

અનસ્ટાર કોટેશન

અન્સટાર કોટેશન એટલે એવું કામ જેનો ખર્ચ રૂ.3 લાખથી 25 લાખની આસપાસ હોય. આસિસ્ટન્ટ કમિશનર રૂ5 લાખ સુધીની રકમ વોર્ડ કાઉન્સિલની મંજુરી સાથે ખર્ચી શકે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રૂ.25 લાખ જેટલી રકમ ખર્ચી શકે. જ્યારે વોર્ડ કાઉન્સિલ્સના કોર્પોરેટર્સને પ્રતિ કોર્પોરેટર 1 કરોડ જેટલું ભંડોળ મળે છે. 25 લાખથી વધુનું કામ હોય તો એડિશનલ કમિશનરે સેન્ક્શન કરવું પડે અને 50 લાખથી વધુના કામને સ્ટેન્ડિંગ કમિટીની  મંજુરી આપવી અનિવાર્ય હોય છે.

brihanmumbai municipal corporation shiv sena byculla mumbai crime news mumbai news