વિરારમાં રખડતાં ડૉગીઓ માટે ખુલ્લો મુકાયો સ્વિમિંગ-પૂલ

04 February, 2020 09:56 AM IST  |  Mumbai

વિરારમાં રખડતાં ડૉગીઓ માટે ખુલ્લો મુકાયો સ્વિમિંગ-પૂલ

સ્વિમિંગ-પૂલ

વિરારમાં એક ઍનિમલ ઍક્ટિવિસ્ટે તેના ઍનિમલ ફાર્મમાં ખાસ ભટકતા કૂતરાઓ માટે સ્વિમિંગ-પૂલ ખુલ્લો મૂક્યો છે. એમએમઆર ક્ષેત્રમાં ભટકતા શ્વાન માટે આ પ્રથમ પૂલ છે જે માટે સૌકોઈ ઉત્સાહી છે.

ભટકતા શ્વાન, હંસ, ગાય-બળદ અને અન્ય પ્રાણીઓ માટે પશુ બચાવ કેન્દ્ર ચલાવનાર ફિઝા શાહે આ સ્વિમિંગ-પૂલ શરૂ કર્યો છે. આ વિશે ફિઝા શાહે કહ્યું કે ‘અત્યારે મારી પાસે વિવિધ જાતિના ૮૦ જેટલા ભટકતા શ્વાન છે જે રસ્તા પર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. આ બધાને મારા વર્કર્સે રેસ્ક્યુ કર્યા હતા અને હવે તેઓ એકદમ વ્યવસ્થિત છે.

આ પણ વાંચો : વાહનચાલકોને ટ્રાફિક જંક્શન પર શાંત રાખવાનો પોલીસનો નવો ઉપાય- ડેસિબલ મીટર્સ

પ્રાણી ફાર્મની ૧૭મી વર્ષગાંઠ નિમિત્તે ૪ લાખ રૂપિયાના ખર્ચે લગભગ ૧૫૦ સ્ક્વેર ફીટનો સ્વિમિંગ-પૂલ ખાસ કરીને ભટકતા શ્વાન માટે બાંધવામાં આવ્યો છે અને એનું ઉદ્ઘાટન થયું હતું. શ્વાન ઉત્તમ સ્વિમર હોવાની સાથે તેમને પાણી સાથે ખૂબ પ્રેમ હોય છે. ઉનાળા દરમ્યાન શ્વાનના શરીરનું તાપમાન વધી જતું હોવાથી એમને ઠંડક મળે એ માટે પૂલનું નિર્માણ કર્યું છે. હાઇડ્રોથેરપીના ભાગરૂપે જ્યારે શ્વાન પૂલમાં તરતા હોય ત્યારે પાણી તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. 

virar mumbai mumbai news