વાહનચાલકોને ટ્રાફિક જંક્શન પર શાંત રાખવાનો પોલીસનો નવો ઉપાય- ડેસિબલ મીટર્સ

Published: Feb 04, 2020, 09:56 IST | Diwakar Sharma, Faizan Khan | Mumbai

ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં શહેરનાં મહત્વનાં જંક્શન પર ટેસ્ટ ડ્રાઇવ કર્યા પછી મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે ટ્વિટર પર એનું નવું કૅમ્પેન ‘હૉન્ક રિસ્પૉન્સિબિલિટી’ શરૂ કર્યું છે.

ટ્રાફિક સિગ્નલ
ટ્રાફિક સિગ્નલ

ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં શહેરનાં મહત્વનાં જંક્શન પર ટેસ્ટ ડ્રાઇવ કર્યા પછી મુંબઈ પોલીસે ગયા અઠવાડિયે ટ્વિટર પર એનું નવું કૅમ્પેન ‘હૉન્ક રિસ્પૉન્સિબિલિટી’ શરૂ કર્યું છે. આ કૅમ્પેન એક સાદા સિદ્ધાંત પર અવલંબે છે. ‘જેટલા તમે વધુ હૉર્ન વગાડશો એટલો તમારે વધુ સમય રાહ જોવી પડશે.’

હકીકતમાં ટ્રાફિક સિગ્નલ લાલ હોય ત્યાં સુધી બધા એ ગ્રીન થવાની રાહ જોઈ રહ્યા હોય છે, પણ જેવું સિગ્નલ ગ્રીન થાય કે વાહનચાલકો સતત હૉર્ન વગાડવાનું શરૂ કરી દે છે, જેને લીધે ઘણી વાર વાહનચાલકો વચ્ચે બોલાચાલી પણ થઈ જાય છે અને એના પરિણામે ટ્રાફિક જૅમ થાય છે. એક વાર ડેસિબલ મીટરનું રીડિંગ ૮૫ની ઉપર જાય કે તરત જ ટ્રાફિક સિગ્નલનું ટાઇમર આપોઆપ રીસેટ થઈ જાય છે.

હાલમાં મુંબઈમાં ક્રૉફર્ડ માર્કેટ, બીએમસી હેડ ઑફિસ, જે. જે. હૉસ્પિટલ, વરલી નાકા, દાદર ટીટી, જુહુ સર્કલ, અંધેરી સ્થિત બિસલેરી જંક્શન, મરીનડ્રાઇવ, બાંદરા કોર્ટ અને હાજી અલી મળી કુલ ૧૦ સૌથી વધુ અવાજ ધરાવતાં ટ્રાફિક જંક્શન છે.
કારણ વિના હૉર્ન માર્યા કરવું એ પણ અવાજના પ્રદૂષણનું કારણ બને છે.

આ પણ વાંચો : TET પેપર ભૂલોથી ભરેલું છે, પરંતુ સરળ રીતે સમજી શકાય એવું: MSCE કમિશનર

અમારી અગ્રીમતા હૉસ્પિટલ્સ અને શૈક્ષણિક સંસ્થાનો નજીક આવેલાં જંક્શન પર ડેસિબલ મીટર્સ બેસાડવાનો છે એમ જણાવતાં જૉઇન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) મધુકર પાંડેએ કહ્યું હતું કે ‘અમે કેટલાંક એવાં જંક્શન શોધી કાઢ્યાં છે જ્યાં અકારણ જ હૉર્ન વગાડવામાં આવે છે. હજી વધુ ટ્રાફિક જંક્શન શોધી કાઢવા માટે સર્વે કરવામાં આવશે. એક અઠવાડિયામાં અમે મોટા ભાગનાં ટ્રાફિક જંક્શન પર ડેસિબલ મીટર્સ બેસાડી દઈશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK