પાંચ શહેરોમાં સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરાઈ

13 June, 2020 08:04 AM IST  |  Mumbai | Agencies

પાંચ શહેરોમાં સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન શરૂ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

હતાશામાં સરી પડેલા લોકોને પોલીસ સાથે જોડતો સિંગલ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર ૧૧૨ સંખ્યાબંધ ટ્રાયલ્સ બાદ મહારાષ્ટ્રનાં પાંચ શહેરોમાં કાર્યરત કરવામાં આવ્યો હોવાનું અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું હતું.

મુંબઈ, નવી મુંબઈ, થાણે, નાગપુર તથા પુણેના હતાશ નાગરિકો તેમના ફોનમાંથી હેલ્પલાઇન નંબર ૧૧૨ ડાયલ કરીને રાજ્યની પોલીસ પાસેથી તાકીદે સહાય મેળવી શકશે.

આગામી તબક્કામાં પોલીસ (૧૦૦), ફાયર (૧૦૧), મેડિકલ (૧૦૮) અને હતાશ મહિલાઓને સહાય (૧૦૯૦) જેવી ઇમર્જન્સી સેવાઓને રાજ્યભરમાં ૧૧૨ હેલ્પલાઇન નંબર સાથે સાંકળી લેવામાં આવશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સિંગલ ઇમર્જન્સી રિસ્પૉન્સ નંબર પાંચ શહેરોમાં સક્રિય કરવામાં આવ્યો છે અને આ સેવા નજીકના ભવિષ્યમાં રાજ્યના જુદા-જુદા ભાગોમાં શરૂ કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું.રાજ્યનાં બાકીનાં શહેરોને આ સેવા સાથે સાંકળવાની કામગીરી પણ ચાલી રહી છે.

આ નંબર પર કરેલો કૉલ ઇમર્જન્સી રિસ્પૉન્સ સેન્ટર પાસે જાય છે અને ત્યાંથી પોલીસ સત્તા તંત્રને હતાશ નાગરિકોને સહાય પૂરી પાડવાનું જણાવવામાં આવે છે. ભવિષ્યમાં અન્ય સરકારી સંસ્થાઓને પણ હેલ્પલાઇન નંબર સાથે સાંકળી લેવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. ફોનકૉલનો રિસ્પૉન્સ ટાઇમ આશરે આઠ મિનિટનો છે અને સેવાની ગુણવત્તા ક્રમશઃ સુધારવામાં આવશે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ફેબ્રુઆરીમાં આ અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની ગતિવિધિની સમીક્ષા કરી હતી.

mumbai mumbai news lockdown maharashtra thane nagpur