ભણસાળીએ પોલીસને કહ્યું, રામલીલા-બાજીરાવમાંથી સુશાંતને નહોતો કાઢ્યો

07 July, 2020 02:16 PM IST  |  Mumbai | Faizan Khan

ભણસાળીએ પોલીસને કહ્યું, રામલીલા-બાજીરાવમાંથી સુશાંતને નહોતો કાઢ્યો

ચાર કલાક સુધી ફિલ્મમેકરની પુછપરછ કરાઇ

સોમવારે પોલીસે બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર સંજય લીલા ભણસાળીનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. લગભગ ચાર કલાક સુધી આ ઇન્ટરોગેશન ચાલ્યું હતું. આ તપાસ સુશાંત સિંહ રાજપૂતે 14મી જૂને કરેલી આત્મહત્યાને પગલે ચાલી રહી છે. સુત્રો અનુસાર ફિલ્મ મેકરે પોલીસને કહ્યું છે કે તેમણે સુશાંતને પોતાની એકપણ ફિલ્મમાંથી કાઢ્યો નહોતો પણ તેણે જ યશ રાજ ફિલ્મ્સની અન્ય ફિલ્મો કરતો હોવાને કારણે આ ફિલ્મોમાં કામ કરવાની ના પાડી હતી.

બાન્દ્રા પોલીસ સ્ટેશનની ઇનવેસ્ટીગેશન ટીમે લગભગ વીસ પ્રશ્નો તૈયાર કર્યા હતા. સંજય લીલા ભણસાળી સાડા બારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યાર બાદ તેમને એક્ટર સાથેની તેમની ઓળખાણ અને કનેક્શન્સ અં પુછવામાં આવ્યું અને એ પણ પુછાયું કે તે સુશાંતને કઇ ફિલ્મોમાં રોલ ઓફર કરવા માગતા હતા. એવું કહેવાય છે કે અભિનેતાને બે મોટી ફિલ્મોમાંથી પડતો મુકાયો એટલા માટે તે ડિપ્રેશનમાં હતો. આ બંન્ને મોટી ફિલ્મો એટલે કે બાજીરાવ મસ્તાની અને રામલીલા જેનું ડાયરેક્શન સંજય લીલા ભણસાળીએ કર્યું હતું. જો કે ભણસાળીએ પોલીસને કહ્યું કે તેણે સુશાંતને પોતાની ફિલ્મોમાંથી કાઢ્યો નહોતો. આ માહિતી એક પોલીસ ઑફિસરે નામ ન જણાવાની શરતે મિડ-ડેને આપી.

ડાયરેક્ટરે આપેલા સ્ટેમેન્ટ અનુસારસુશાંત યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ પાની ફિલ્મમાં કામ કરવામાં બિઝી હતો અને માટે તેણે સંજય લીલા ભણસાળી સાથે કામ કરવાની ના પાડી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, ડાયરેક્ટર ઇચ્છતા હતા કે તેમની આ બે મોટી ફિલ્મોને પુરેપુરું અટેન્શન મળે પણ સુશાંત વ્યસ્ત હતો અને તેણે આ કામ કરવાની ના પાડી, ત્યાર બાદ સંજય લીલા ભણસાળીએ તેને આ અંગે પુછ્યું ન હતું.

ફિલ્મમેકરે તેમના સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું છે કે તેઓ છેલ્લા સુશાંતને 2016માં મળ્યા હતા અને ત્યાર બાદ તેમની વચ્ચે કોઇ વાતચીત થઇ નહોતી. સંજય લીલા ભણસાળીએ એ પણ કહ્યું હતું તેઓ સુશાંતની એટલા નજીક નહોતા કે તેમને એની અંગત સમસ્યા કે ડિપ્રેશન અંગે ખબર હોય.

સંજય લીલા ભણસાળીને બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાક પુછપરછ કરાઇ. આ પુછપરછમાં બાન્દ્રા ડિવિઝનનાં ACP દત્તાત્રેય ભારગુડે હતા તથા સાથે ઇનવેસ્ટિગેશન ઑફિસર PI ભુષણ બેલણેકર હતા. ત્યાર બાદ સંજય લીલા ભણસાળીને સાન્તાક્રુઝ પોલીસ સ્ટેશન મોકલાયા હતા અને ત્યાં ઝોનલ DCP અભિષેક ત્રિમુખેએ એક કલાક તેમની પુછ પરછ કરી હતી અને ત્યાં લગભગ તેમને પાંત્રીસથી ચાળીસ સવાલ કરાયા હતા.

સુશાંતની આત્મહત્યાને પગલે આ ત્રીસમું સ્ટેમેન્ટ રેકોર્ડ કરાયું છે. મોટાભાગનાં લોકોને 8 કલાકથી વધુ પુછપરછ કરવામાં આવે છે પણ ભણસાળીને માત્ર ચાર કલાકમાં જ ફ્રી કરાયા હતા. સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા બાદ પોલીસને કોઇપણ સુસાઇડ નોટ કે કંઇ મળ્યું ન હતું અને પ્રોફેશનલ રાઇવલરીને કેન્દ્રમાં રાખીને આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

sanjay leela bhansali sushant singh rajput bollywood mumbai police mumbai news bandra