Palghar Lynching: અમને અમારા ભાઇની હત્યા વિષે બે દિવસ પછી જાણ થઇ

28 April, 2020 12:32 PM IST  |  Mumbai | Shirish Vaktania

Palghar Lynching: અમને અમારા ભાઇની હત્યા વિષે બે દિવસ પછી જાણ થઇ

કલ્પવૃક્ષગીરી ચિકને મહારાજ તથા તેમના ભાઇ રાકેશ તિવારી

કલ્પવૃક્ષગીરી ચિકને મહારાજ જે પાલઘર લિન્ચિંગમાં માર્યા ગયા તેમના ભાઇ રાકેશ તિવારીએ કહ્યું કે, “અમને તો કોઇ જાણ સુદ્ધાં નહોતી કરી કે મારા ભાઇની હત્યા થઇ છે, અમને આ સમાચાર પરથી જાણવા મળ્યું.” આ મહિનાની શરૂઆતમાં માર્યા ગયેલા આ મહારાજના ભાઇ ઉત્તરપ્રદેશનાં ભાદોહી તાલુકાનાં છે અને ત્યાં જ તેમના પરિવારનાં અન્ય સભ્યો રહે છે.

16 એપ્રિલે રાતે ઘાંઘા થયેલા 450 આદિવાસીઓનાં ટોળાએ સિત્તેર વર્ષનાં ચિકને મહારાજ સાથે અન્ય એક મહારાજ અને તેમના ડ્રાઇવરને બાળકો ઉઠાવી જનારા અને ચોર માની લઇને બુરી રીતે માર મારીને મોતને ઘાટ ઉતાર્યા.ગઢચિંચલે ગામમાં થયેલી આ સમસ્યા સમાચારોમાં ઝળકી હતી અને ચિકને મહારાજનાં પરિવારને તો તેમના મોત અંગે બે દિવસ બાદ જ ખબર પડી.

ફોન પર મિડ-ડે સાથે વાત કરતા રાકેશે જણાવ્યું કે પોલીસ કે સત્તાવાળાઓએ તેમને આ અંગે જાણ નહોતી કરી અને પાલઘરમાં મારા ભાઇની હિંસક સંજગોમાં હત્યા થઇ છે તે અમને બે દિવસ બાદ જ ખબર પડી.કલ્પવૃક્ષગીરીએ પોતાનું ઘર નવ વર્ષની વયે છોડી દિધું હતું અને વીસ વર્ષ બાદ તે પોતાના પરિવાર સાથે ફરી મળ્યા હતા. કલ્પવૃક્ષગીરી નાના હતા ત્યારે ગ્રામસભા ભુસાવળ સ્કૂલમાં ભણતા હતા અને એકવાર તે શાળાએ ગયા પણ ઘરે પાછા ન ફર્યા. તેમના ભાઇએ જણાવ્યું કે,”અમે તેમને શોધવાની બહુ કોશીશ કરી પણ તેમનો કોઇ પત્તો નહોતો અને 26 વર્ષ પછી અમને ખબર પડી કે તે સાધુ બનવા માટે નાસિક ચાલ્યા ગયા છે.” તેમણે ઉમેર્યું કે, “અમે તેમનું સરનામું મેળવ્યું અને 35 વર્ષનાં થઇ ગયેલા કલ્પવૃક્ષગીરી મહારાજ બની ગયા છે તે જાણ્યું. ઉત્તરપ્રદેશ છોડીને તે ત્ર્યંબકેશ્વર ગયા હતા અને ત્યાં સાધુ બની તે મુંબઇ ચાલ્યા ગયા હતા. તે જોગેશ્વરી ઇસ્ટનાં વનદેવી મંદિરમાં મહારાજ હતા અને અમે તેમને સ્વીકાર્યા હતા તથા જ્યારે પણ શક્ય હોય ત્યારે તેમને મળતા પણ ખરા.”

કલ્પવૃક્ષગીરીનાં માતાનું મોત 22 માર્ચે થયું હતું અને તે તેમના અંતિમ સંસ્કારમાં જવા માગતા હતા પણ મુંબઇમાં લૉકડાઉન હોવાથી તે ત્યાં પહોચી ન શક્યા. 22મી માર્ચે રાકેશે તેમના ભાઇને ફોન કર્યો હતો અને માતાના નિધન વિષે જણાવ્યું હતું પણ લૉકડાઉનને કારણે તે આવી શકે તેમ નહોતું. ભાઇએ કહ્યું કે તે પોતાની માનાં લાડકા દીકરા હતા.રાકેશે ઉમેર્યું કે, “અમને સમયસર માહિતી મળી હોત તો અમે ભાઇની અંતિમક્રિયામાં ભાગ લઇ શકત પણ અમને તો કોઇએ જાણ જ ન કરી.” તેમણે પોતાના ભાઇને તથા સાથેનાં બે જણને બચાવી ન શકી તે બદલ પોલીસની નિષ્ફળતાની પણ વાત કરી અને કહ્યું કે,”વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જાણે પોલીસે મારા ભાઇને ટોળાને હવાલે કરી દીધો હતો જેણે તેને હિંસક રીતે મારીને મોતને ઘાટ ઉતાર્યો. પોલીસ ધારત તો તેને બચાવી જ શકત. કોઇએ અમને જાણ પણ ન કરી.”

તિલઘાટે ટિકને મહારાજ અને સુનિલ ગીરીને લઇને ડ્રાઇવ કરી રહ્યા હતા અને તેઓ સુરત જઇ રહ્યા હતા. તેઓ સુરતમાં પોતાના વડા મહારાજ રામગીરીના અંતિમ સંસ્કારમાં જઇ રહ્યા હતા. કમનસીબે તેઓ આદિવાસીઓની હડફેટે ચઢી ગયા જેઓ બાળકો ઉઠાવનારી ટોળકીનાં સમાચારથી ઘાંઘા થયેલા હતા. પોલીસ અનુસાર 450 લોકોનું ટોળું હતું પણ સ્થાનિક લિડરે કહ્યુ હતુ કે તે રાતે 2500 જેટલા આદિવાસીઓ ભેગા થઇ ગયા હતા.

palghar mumbai news