મહારાષ્ટ્ર CM: 15 દિવસ માટે રાજ્યમાં 144ની કલમ લાગુ, લૉકડાઉન નહીં પણ ઘણાં પ્રતિબંધ

13 April, 2021 09:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બ્રેક ધ ચેઇન અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રમાં આવતીકાલે રાતે આઠ વાગ્યાથી થશે. આવતી કાલથી એટલે કે બુધવારે રાત્રે, જરૂરી સેવાઓ સિવાય બધું બંધ રહેશે. રાજ્યમાં આગામી 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે

ઉદ્ધવ ઠાકરે - ફાઇલ તસવીર

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ પત્રકાર પરિષદ યોજી હતી અને કહ્યું હતું કે કોરોના સામે લડત ચાલી રહી છે. અમને લાગ્યું કે આપણે કોરોના સામેની લડાઇ જીતી લીધી છે પરંતુ તેવું નથી. મહારાષ્ટ્રમાં  (Maharashtra) કોરોનાવાયરસની (Coronavirus) અનિયંત્રિત ગતિને અંકુશમાં લેવા રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. અહીં વિકેન્ડ લૉકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, આ હોવા છતાં, કોરોનાના નવા કેસો સતત વધી રહ્યા છે. ઉદ્વવ ઠાકરેએ કહ્યું કે, "ગયા વર્ષે જ્યારે કોરોના દેશમાં પ્રવેશ્યો ત્યારે સુવિધા અને સુવિધામાં હવે ફરક છે. પહેલા મહારાષ્ટ્રમાં પરીક્ષણ માટે એક કે બે લેબ્સ હતી, હવે 523 લેબ્સ છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ બેકાબૂ થશે તો  તેને નિયંત્રિત કરી શકીશું નહીં, તેથી હવેથી આપણે અત્યારથી જ સંજોગો પર લગામ રાખવી પડશે. સીએમએ કહ્યું કે આજે ટેસ્ટિંગ સેન્ટર્સ ઘણો બોજો છે. દરરોજ 2.50 લાખ સુધી પરીક્ષણ કરાય છે. 10 ના અને 12 ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી જેથી વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ન મુકાય. Covid-19નો ભય સમાપ્ત થયા બાદ પરીક્ષા લેશે."

તેમણે કહ્યું કે રાજ્યમાં ઓક્સિજનની અછત છે. છેલ્લા કેટલાક દિવસોથી, હું સમાજના વિવિધ વર્ગના લોકો સાથે વાત કરું છું. તમારો મત જુદો હોઈ શકે છે, પરંતુ હવે સમય જો હાથમાંથી જશે તો સંજોગો વધુ સંગીન બની જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે બ્રેક ધ ચેઇન અભિયાનની શરૂઆત મહારાષ્ટ્રમાં આવતીકાલે રાતે આઠ વાગ્યાથી થશે. આવતી કાલથી એટલે કે બુધવારે રાત્રે, જરૂરી સેવાઓ સિવાય બધું બંધ રહેશે. રાજ્યમાં આગામી 15 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. લોકલ ટ્રેન અને બસ સેવા પણ માત્ર એસેન્શિયલ સર્વિસ વાળાઓ માટે ચાલુ રહેશે. પેટ્રોલ પંપ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ જે સેબી સાથે કનેક્ટેડ હોય તે માત્ર અને કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ રહેશે, હોટલ અને રેસ્ટોરન્ટ્સ માત્ર ટેક અવે માટે ચાલુ રહેશે, હોમ ડિલીવરીની છૂટ રહેશે તેમ એએનઆઇએ કરેલ રિપોર્ટ અનુસાર ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે લોકોએ નક્કી કરવું પડશે કે તેઓ વાઇરસને મદદ કરવા માગે છે કે સરકારને મદદ કરી તેને નાથવા માગે છે. તેમણે એનજીઓઝને પણ આગળ આવીને વાઇરસ સામેની લડતમાં હાથ જોડવા કહ્યું. 

મહારાષ્ટ્રમાં રવિવારે સૌથી વધુ 63,294 Covid-19 કેસિઝ નોંધાયા પરંતુ સોમવારે કેસિઝનો આંકડો ઘટીને 51,751 થયો કારણકે વીકેન્ડ પર પ્રમાણમાં ટેસ્ટ ઓછા કરાયા હતા, અને આમ કુલ કેસિઝનો આંકડો 34,58,996 થયો. મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાવાઇરસને કારણે મૃત્યુ પામેલાનો આંકડો 58,245 પર પહોંચ્યો તેમ રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું હતું.

 

 

mumbai news uddhav thackeray lockdown coronavirus