COVID-19: મહારાષ્ટ્રના આ મંત્રી માને છે ત્રણ સપ્તાહનું લૉકડાઉન કરવું જોઇએ

10 April, 2021 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોનાવાઇરસના નવા 56,286 કેસિઝ હતા જેને કારણે કુલ કેસિઝનો આંકડો  32,29,547 થયો

મિની લૉકડાઉનમાં સુનું પડેલું શહેર. તસવીર - પ્રદીપ ધીવાર

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટિવારે શુક્રવારે એવું વિધાન કર્યું કે કોરોનાવાઇરસના કેસિઝને કાબુમાં લાવવા માટે ત્રણ અઠવાડિયા લાંબા લૉકડાઉનની જરૂર  છે. એક જ અઠવાડિયાના  લૉકડાઉનથી રાજ્યની સ્થિતિ બદલાશે નહીં જે રીતે કેસિઝના આંકડા વધી રહ્યા છે તેમ તેમનું માનવું છે. 

"અમે વાઇરસનો ફેલાવો રોકવા માટે જે પણ થઇ શકે તે બધું જ કરીએ છીએ પણ તેને માટ મજબુત મેનપાવરની પણ જરૂર છે. અમે જલ્દી જ પાંચ લાખ ડૉક્ટર્સ ખડાં કરીશું, તેમાં તેવા ડૉક્ટર્સ પણ સામેલ હશે જે પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પુરું કરી રહ્યા છે." રિલીફ અને રિહેબિલીટેશન મંત્રીએ આ વાત એક ટેલિવિઝન ઇન્ટરવ્યુમાં જણાવી. 

વડેટ્ટવારે વધુમાં ઉમેર્યું કે, "રેલ્વેની મુવમેન્ટ પર કાબુ લાવવો જરૂી છે અને જાહેર સ્થળોમાં ભીડ ન થાય તે પણ જરૂરી છે તો જ કોમ્યુનિટી સ્પ્રેડ અટકાવી શકાશે અને લોકોની જિંદગી બચાવી શકાશે." તેમણે પોતાની આ વાતની રજૂઆત તેઓ મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરે સામે કરશે તેમ પણ કહ્યું.

મહારાષ્ટ્રમાં ગુરૂવારે કોરોનાવાઇરસના નવા 56,286 કેસિઝ હતા જેને કારણે કુલ કેસિઝનો આંકડો  32,29,547 થયો જ્યારે બુધવારે રોજિંદા કેસિઝના આંકડામાં સૌથી વધુ કેસિઝ હતા, બુધવારે એક જ દિવસમાં કેસિઝની સંખ્યા 59,907 થઇ હતી. 

રાજ્ય સરકારે રવિવારે વીકેન્ડનું લૉકડાઉન જાહેર કર્યું છે તથા સાથે અન્ય પ્રતિબંધ પણ જાહેર કર્યા છે, આ નિયમો 30 એપ્રિલ સુધી લાગુ કરાશે, જેમાં નાઇટ કર્ફ્યુ અને દિવસ દરમિયાન અન્ય નિષેધ જાહેર કરાયા છે જેનાથી વાઇરસનો ફેલાવો અટકી શકે. 

 

mumbai news uddhav thackeray coronavirus