Coronavirus Outbreak: 15 જુલાઇની મધરાત સુધી મુંબઇમાં 144ની કલમ લાગુ

01 July, 2020 03:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

Coronavirus Outbreak: 15 જુલાઇની મધરાત સુધી મુંબઇમાં 144ની કલમ લાગુ

15મી જુલાઇની મધરાત સુધી 144 લાગુ કરાઇ છે

મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ કેસની સંખ્યામાં ભયજનક વૃદ્ધિ વચ્ચે મુંબઇના પોલીસ કમિશનર પ્રણય અશોકે બુધવારે તાત્કાલિક અસરથી સમગ્ર શહેરમાં કલમ 144 લાગુ કરી દીધી છે.

 આ હુકમ 1 જુલાઈથી 15 જુલાઇની મધ રાત સુધી અમલમાં રહેશે, સિવાય કે પાછો ખેંચી લેવામાં નહીં આવે. મહારાષ્ટ્ર સરકારે આ લોકડાઉનને 31 જુલાઈ સુધી લંબાવી દીધું છે.આ હુકમ અનસાર શહેરમાં કોઇપણ સ્થળે એક અથવા વધુ વ્યક્તિઓની કોઈપણ હાજરી અથવા હિલચાલ પર પ્રતિબંધ છે અથવા અમુક શરતોને આધિન ધાર્મિક સ્થળો સહિત કોઈપણ જગ્યાએ કોઈપણ જગ્યાએ ભેગા થવા પર પણ પ્રતિબંધિત છે. રોગચાળાના ફેલાવાને પગલે આ નિર્ણય લેવાયો છે.

આ પણ વાંચો Corona Virus Outbreak: મહારાષ્ટ્રમાં લાગુ થશે 144, જાણો શું છે આ કલમ

આ હુકમમાં લખ્યા અનુસાર,“જાહેર અથવા ખાનગી સ્થળોએ માણસો ભેગા થાય તો તેના દ્વારા કોવિડ -19 વાયરસ ફેલાવાની સંભાવના છે અને માણસોની સલામતી પર આ પ્રકારે લોકો ભેગાં થવાથી જોખમ ખડું થાય છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) ની કલમ 144 હેઠળ આ પ્રતિબંધિત ઓર્ડર પસાર કરવા માટે પૂરતા કારણો છે કે જેથી માનવ જીવનને કોઈ ખતરો ન આવે.” આ હુકમ પર નાયબ પોલીસ કમિશનર પ્રણય અશોક દ્વારા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકેની તેમની ક્ષમતા અંતર્ગત હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

  સૂચનામાં જણાવાયું છે કે, "મ્યુનિસિપલ સત્તાધિશો દ્વારા 'કન્ટેનમેન્ટ ઝોન' જાહેર કરાયેલા વિસ્તારોમાં વ્યક્તિઓની તમામ હિલચાલ પર પ્રતિબંધ છે, એસેન્શિયલ એક્ટિવિટી સિવાય, આવશ્યક ચીજવસ્તુઓ અને મેડકલ ઇમર્જન્સી સિવાય કોઇપણ હિલચાલ નહીં ચલાવી લેવાય.” આ હુકમને પગલે મેડિકલ ઇમર્જન્સી સિવાય

શહેરમાં એક અથવા વધુ વ્યક્તિઓની હિલચાલ પણ રાત્રે 9 થી 5 દરમિયાન પ્રતિબંધિત છે. સંક્રમણના 1,74,761 કેસ અને 7,855 મૃત્યુને પગલે કોરોનાવાઇરસની સૌથી વધુ અસર મહારાષ્ટ્ર પર જ પડી છે

mumbai news coronavirus covid19 mumbai police