અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલની ફાઇનલ યરની પરીક્ષા પર સ્ટેનો HCનો ઇનકાર

06 September, 2020 11:08 AM IST  |  Mumbai | Agency

અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલની ફાઇનલ યરની પરીક્ષા પર સ્ટેનો HCનો ઇનકાર

પ્રતીકાત્મક તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે શનિવારે મહારાષ્ટ્રમાં ૮ સપ્ટેમ્બરથી પરીક્ષા કેન્દ્રોમાં શરૂ થઈ રહેલી મેડિકલના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની ફાઇનલ યરની પરીક્ષા પર સ્ટે મૂકવાનો ઇનકાર કરી દીધો હતો.

જસ્ટિસ એ. એ. સૈયદ અને એસ. પી. તાવડેની ડિવિઝન બેન્ચે મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઑફ હેલ્થ સાયન્સના મેડિકલના નવ અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી પિટિશનની સુનાવણી હાથ ધરી હતી.

પિટિશનમાં ૨૧ ઑગસ્ટે એમયુએચસી દ્વારા ફાઇનલ વર્ષના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષા યોજવા અંગે જારી કરાયેલા પરિપત્રને પડકારવામાં આવ્યો હતો. અમારી દૃષ્ટિએ પિટિશનરોએ કોર્ટનું શરણ લેવામાં ઘણું મોડું કરી દીધું છે. આથી અમે પરીક્ષા પર સ્ટે મૂકીને કોઈ કામચલાઉ રાહત આપવાની તરફેણમાં નથી, એમ અદાલતે એના આદેશમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત અદાલતે ૧૭ ઑગસ્ટે સુપ્રીમ દ્વારા આપવામાં આવેલા આદેશનો સંદર્ભ ટાંક્યો હતો, જેમાં સુપ્રીમે જેઈઈ-મેઇન અને એનઈઈટીની પરીક્ષાઓ પાછી ઠેલવાનો ઇનકાર કરતાં નોંધ્યું હતું કે મહામારીની સ્થિતિ હોવા છતાં જીવન આગળ ધપવું જોઈએ અને વિદ્યાર્થીઓની કારકિર્દીને લાંબા સમય સુધી જોખમમાં મૂકી શકાય નહીં.

mumbai mumbai news all india institute of medical sciences maharashtra bombay high court