મુંબઈ : બેસ્ટને દોડાવવા ને દોડાવવામાં મુંબઈનો ડીપી ખડી પડ્યો છે

21 January, 2020 07:24 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : બેસ્ટને દોડાવવા ને દોડાવવામાં મુંબઈનો ડીપી ખડી પડ્યો છે

BESTએ 2019માં તેના ભાડા ઘટાડ્યા હતા

શહેર વિકાસ માટે બીએમસી દ્વારા તૈયાર કરવામાં આવેલા ડીપી (ડેવલપમેન્ટ પ્લાન) દિશાહીન થઈ રહ્યો છે. પાલિકાના ખર્ચમાં શહેર વિકાસના નામે થતો ખર્ચ એકદમ નગણ્ય છે, જ્યારે બેસ્ટ પાછળ કુલ આવકનો ત્રીજો ભાગ ખર્ચાઈ જાય છે.

પાલિકાએ બેસ્ટને બેઠી કરવાનું બીડું ઝડપ્યું હોય એમ તેના અંદાજિત ખર્ચના ત્રીજા ભાગની રકમ બેસ્ટની સહાયમાં ખર્ચ કરી છે, જેની સામે શહેર વિકાસ પાછળ અંદાજિત ખર્ચના માત્ર ૪ ટકા જેટલી જ રકમ ખર્ચ કરાઈ છે. બીએમસીના ભૂતપૂર્વ કમિશનર અજોય મેહતાએ શહેર વિકાસનું મહત્ત્વ સમજીને અંદાજે ૨૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા પરંતુ નવા કમિશનર આવતાં જ અગ્રીમતા બદલાઈ ગઈ અને વર્ષના નવ મહિનાના સમયમાં માત્ર પાંચ કરોડ રૂપિયા જ શહેર વિકાસ પાછળ ખર્ચ કરાયા છે.

બીએમસીએ ચાલુ વર્ષના ડિસેમ્બર મહિનામાં રોડ, બ્રિજ, પાણી અને સીવરેજ માટે કુલ ૫૮૬૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. બીએમસીની મુખ્ય આવક પ્રોપર્ટી ચાર્જિસ, ડેવલપમેન્ટ ચાર્જિસ, ઑક્ટ્રૉયનું વળતર, પાણી અને સીવરેજ ટૅક્સમાંથી થાય છે. રિયલ એસ્ટેટમાં મંદી આવવાને લીધે પ્રોપર્ટી ચાર્જિસ, ડેવલપમેન્ટ ચાર્જિસથી થતી આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો : ઉડતા મહારાષ્ટ્ર – 15 મેટ્રિક ટન ગાંજો જપ્ત કરાયો

અજોય મેહતાના કાર્યકાળમાં જમીન ખરીદી માટે નાણાં અનામત રાખવામાં આવ્યાં હતાં પરંતુ પછીથી ડીટીઆર ધરાવતી જમીન હસ્તગત કરવાનું ઠરાવાયું હતું. આ ઉપરાંત નવી નીતિ મુજબ રસ્તાના બાંધકામ, પાઇપલાઇન નાખવા જેવાં આવશ્યક કાર્યો માટે જમીન મેળવવાનું ઠરાવાયું હતું. આ નીતિમાં વૈકલ્પિક ફરજો માટે જમીન હસ્તગત કરવાનું ગૌણ ગણાવાયું હતું.

brihanmumbai electricity supply and transport brihanmumbai municipal corporation mumbai news