મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયોમાં જિલેટીન મળી આવતા હોબાળો

25 February, 2021 09:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Correspondent

મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયોમાં જિલેટીન મળી આવતા હોબાળો

એન્ટિલિયાની બહાર બંદોબસ્ત - તસવીર આશિષ રાજે

મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવતાં ખળભળાટ મચ્યો હતો. મુંબઈમાં એન્ટીલિયા પાસે બિનવારસીમાં મળેલી ગાડીમાંથી જિલેટીન મળતા તંત્ર સાબદું થયું છે. જાણ થતાં જ ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોડ, પોલીસ અને જોઈન્ટ પોલીસ કમિશનર પહોંચ્યા અને તપાસ શરુ કરાઇ. આ કાર એન્ટિલિયાથી ૬૦૦ મિટર દૂર જ પાર્ક કરાયેલી હતી. 

બિનવારસી વાહન કબજે કરવામાં આવ્યું છે અને સ્થાનિક ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ શરૂ કરાઇ છે. આ રીતે આ સ્થળે વિસ્ફોટક કેમ રાખવામાં આવ્યા તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારી દ્વારા જણાવ્યું હતું કે જો જરૂર પડશે તો અંબાણી પરિવારની સુરક્ષામાં વધારો કરવામાં આવશે.

તસવીર- ફૈઝાન ખાન

મુંબઇ પોલીસના પીઆરઓએ જણાવ્યું હતું કે, "આજે ગામદેવી પોલીસ સ્ટેશનની હદ હેઠળ અલ્ટમાઉન્ટ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું, ત્યારબાદ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની ટીમ અને પોલીસ ટીમ સ્થળ પર પહોંચી, વાહનની તપાસ કરી હતી અને વિસ્ફોટક સામગ્રી જિલેટીન મળી હતી. આ એસેમ્બલ ડિવાઈઝ નથી. હાલમાં તપાસ ચાલી રહી છે. "

તસવીર- બિપીન કોકાટે

પ્રાપ્ત જાણકારી અનુસાર જે સ્કોર્પિયો મળી છે. તેનો નંબર પ્લેટ મુકેશ અંબાણીની કાર રેન્જ રોવરની નંબર પ્લેટ સાથે મેચ થાય છે. તેની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી છે અને પોલીસે કાર કબ્જે કરી લીધી છે. પોલીસને આ સ્કોર્પિયોમાંથી 25થી વધુ જિલેટીન સ્ટિક્સ મળી છે. હાલમાં અહીં એસપીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે. 

mukesh ambani mumbai news mumbai crime news