10 June, 2025 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાંથી ચોંકાવનારા સમાચાર (Mumbai News) મળી રહ્યા છે. અહીં ભાયખલામાં જેજે હોસ્પિટલમાં પોતાના હોસ્ટેલ રૂમમાં ૨૨ વર્ષના સ્ટુડન્ટે આત્મહત્યા કરી લીધી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર તે એમબીબીએસનાં ત્રીજા વર્ષમાં ભણતો હતો. રોહન પ્રજાપતિએ રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ પોતાના હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
જેજે માર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીએ આ બનાવ વિષે જાણકારી આપતાં (Mumbai News) જણાવ્યું હતું કે, રોહન અભ્યાસને કારણે ખૂબ જ પ્રેશરમાં રહેતો હતો. વળી, તે ઘરની આર્થિક મુશ્કેલીઓનો પણ સામનો કરી રહ્યો હતો. સોમવારે જ્યારે તે પોતાના રૂમમાંથી ઘણા સમય સુધી બહાર ન આવ્યો ત્યારે શક પડ્યો હતો. તેણે દરવાજો ખોલ્યો નહીં ત્યારબાદ તેના રૂમનો દરવાજો તોડી પાડવામાં આવ્યો હતો અને અંદર જઈને જોયું તો તે પંખા સાથે લટકતો હતો.
આ ઘટના મુંબઈ (Mumbai News)ની સર જે જે હોસ્પિટલની અંદર સ્થિત `અપના બોયઝ` નામની હોસ્ટેલમાં બની છે. સર જે જે માર્ગ પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 194 હેઠળ અત્યારે તો આ સમગ્ર બનાવને એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ (ADR) તરીકે નોંધ કરી છે. હોસ્ટેલમાં પાંચમા ફ્લોર પર રૂમ નં. 198માં આ આત્મહત્યાનો બનાવ બન્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તે તેના રૂમમાં નાયલોનના દોરડા સાથે પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. તેણે પંખા સાથે લટકીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે રોહન તેના અભ્યાસ અને ઘરની આર્થિક સમસ્યાઓને કારણે ડિપ્રેશનમાં રહેતો હતો. હોઇ શકે કે આ જ કારણોસર તેણે આ કઠોર પગલું ભર્યું હોય. આ બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક જે જે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં પોલીસે હોસ્ટેલમાં તેની સાથે અભ્યાસ કરનારા મિત્રોનાં નિવેદનો નોંધ્યા છે અને આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. મૃતકની ઓળખ રોહન રામફેર પ્રજાપતિ તરીકે થઈ છે. જે અહીં ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ લઈ રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના 8 જૂન, 2025ના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બની હતી. તેની સાથે તે જ રૂમમાં રહેતા તેના રૂમમેટ રિતેશ રાકેશ વિશ્વકર્માએ આ બનાવ વિષે અધિકારીઓને જાણ કરી હતી. ત્યારબાદ રોહનને તાત્કાલિક હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને 10:50 વાગ્યે મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસ (Mumbai News) સૂચવે છે કે વિદ્યાર્થી ઘરમાં ચાલી રહેલા આર્થિક સંકડામણ અને અભ્યાસલક્ષી પ્રેશરને કારણે માનસિક તણાવમાં હતો. હજી આ મામલે તપાસ ચાલી રહી છે. વધુ વિગતો સામે આવી શકે છે./