Bird Flu News: મહારાષ્ટ્રમાં 94 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

03 February, 2021 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bird Flu News: મહારાષ્ટ્રમાં 94 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌૈજન્ય - મિડ-ડે)

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના સંક્રમણ વચ્ચે 94 પક્ષી મૃત મળી આવ્યા છે, રાજ્યમાં 8 જાન્યુઆરીથી પક્ષીઓના મોતનો સિલસિલો ચાલુ થયો હતો. અત્યાર સુધી 20,017 પક્ષીઓનું બર્ડ ફ્લૂના કારણે મૃત્યુ થયું છે. જોકે છેલ્લા આઠ દિવસના આંકડાને જોતા પક્ષીઓના મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે.

એક અધિકારી પાસેથી મળેલી જાણકારી અનુસાર સોમવારે અહીં 94 પક્ષીઓનું મોત થયું હતું. આ પક્ષીઓના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પક્ષીઓના નમૂનાઓને તપાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યોરિટી એનિમલ ડિસિઝ, ભોપાલ અને રોગ તપાસ વિભાગ, પુણેમાં મોકલવામાં આવ્યા હતા. મૃત મળી આવેલા પક્ષીઓમાં 63 પૉલ્ટ્રી પક્ષી, 25 કાગડાઓ, પોપટ અને અન્ય પક્ષી સામેલ હતા. થાણે, મ્હાપે અને ઘનસોલીમાં મરેલા મરઘા પક્ષીઓના નમૂનાઓ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.

નોંધપાત્ર વાત એ છે કે જાન્યુઆરી મહિનામાં બર્ડ ફ્લુની ટુકડીથી ગભરાટ ફેલાયો હતો. મરાઠવાડાના પરભણી અને બીડના બે ગામોમાંથી મૃત મળી આવેલી મરઘીઓના નમૂનાઓમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી. જેના બાદ વહીવટીતંત્રે 2 હજાર મરઘીઓને મારવાનો આદેશ આપ્યો હતો. મરાઠવાડાના પરભણી જિલ્લાના સેલૂ તહસીલના કુપતા ગામ અને બીડ જિલ્લાના લોખંડી સાવરગાવથી પણ મૃત મરધીઓના નમૂનાઓ લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમના તપાસ રિપોર્ટમાં પણ બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ હતી.

મળેલી જાણકારી અનુસાર કુપતામાં 468 પક્ષીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે લોખંડી સાવરગાંમમાં લગભગ 1600 પક્ષીઓને મારવાનો નિર્દેશ આપ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 3 હજાર 949 પક્ષીઓ માર્યા ગયા છે.

mumbai mumbai news maharashtra coronavirus