TET પેપર ભૂલોથી ભરેલું છે, પરંતુ સરળ રીતે સમજી શકાય એવું: MSCE કમિશનર

04 February, 2020 09:56 AM IST  |  Mumbai | Pallavi Smart

TET પેપર ભૂલોથી ભરેલું છે, પરંતુ સરળ રીતે સમજી શકાય એવું: MSCE કમિશનર

પ્રતીકાત્મક તસવીર

જાન્યુઆરીમાં લેવાયેલી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (ટીઈટી) આપનારા ટીચર્સ દ્વારા પ્રશ્નપત્રમાં લગભગ ૧૦૦ કરતાં વધુ ભૂલો બતાવવા છતાં પ્રશ્નપત્રની પુન: સમીક્ષા કરવાની વિનંતી બહેરા કાને અથડાઈ હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ફૉર એક્ઝામિનેશન (એમએસસીઈ)એ આ મુદ્દે કમિટી નીમવાની ટીચર્સને ખાતરી આપી હોવા છતાં પ્રશ્નપત્રના જવાબો બહાર પાડી જણાવાયું છે કે પ્રશ્નપત્રમાં વ્યાકરણની ભૂલો હોવા છતાં એ સમજી શકાય એવી હોવાથી એના માટે માર્ક આપવામાં નહીં આવે. એમએસસીઈના આ વલણથી ટીચર તરીકે કાયમી નિમણૂક મેળવવાની ખેવના રાખતા યુવા ટીચર્સમાં નારાજગી જોવા મળી રહી છે. ટીઈટીની પરીક્ષામાં અસંખ્ય વ્યાકરણની ભૂલો ઉપરાંત વાક્યરચનામાં ભૂલ તેમ જ અનેક વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તરમાં ક્યાં તો બધા જ ખોટા કે બધા જ સાચા જવાબો મૂકવામાં આવ્યા હતા. નામ ન આપવાની શરતે એક ટીચરે કહ્યું હતું કે ‘યુવા વયના ટીચર્સ માટે આ ટેસ્ટ ઘણું મહત્વ ધરાવે છે, તેમની નોકરી કાયમી થવાની શક્યતાઓ આ ટેસ્ટનાં પરિણામ પર અવલંબતી હોય છે.’

આ પણ વાંચો : મેં બીજેપી પાસે ચાંદ-તારા નહોતા માગ્યા: મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે

એમએસસીઈના કમિશનર તુકારામ સુપેને આ સંબંધે ‘મિડ-ડે’એ પ્રશ્ન કરતાં તેમણે કહ્યું હતું કે ‘ફરિયાદ મળ્યા બાદ અમે પ્રશ્નપત્રની સમીક્ષા કરી હતી. બે-ત્રણ પ્રશ્નો સમજી શકાય એવા નહોતા અન્યથા બાકીની અનેક ભૂલો સરળતાથી સમજી શકાય એવી હતી. જોકે કેટલાક પ્રશ્નોમાં ભૂલ હતી અને એના કેટલા માર્ક હતા એ વિશે સ્પષ્ટતા કરવાની તેમણે ટાળી હતી.’ ટીચર્સ માટે કોઈ પણ સ્કૂલમાં ફુલ ટાઇમ ટીચર્સની નિમણૂક મેળવવા આ ટેસ્ટ આપવી ફરજિયાત છે.

mumbai mumbai news maharashtra pallavi smart