મુંબઈ :330 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા, ફડણવીસ સર?

23 October, 2020 06:39 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ :330 કરોડ રૂપિયા ક્યાં ખર્ચાયા, ફડણવીસ સર?

દેવેન્દ્ર ફડણવીસ

આરે કન્ઝર્વેશન ગ્રુપના સભ્ય અને ગ્રીન ઍક્ટિવિસ્ટ ઝોરુ બથેનાએ એવો દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરે મિલ્ક કૉલોનીમાં મેટ્રો-3 કાર-શેડ માટે ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જણાવ્યું હતું, જ્યારે કે વાસ્તવમાં આ પ્રોજેક્ટ પર માત્ર ૭૦ કરોડ રૂપિયા જ ખર્ચાયા હતા.

પર્યાવરણવીદ સ્ટાલિન ડી દ્વારા ફાઇલ કરાયેલી આરટીઆઇના જવાબ પરથી માહિતી મળી હોવાનું જણાવાય છે.

આ સંબંધે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઝોરુ બથેનાએ કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આરે કાર-ડેપોના કામ પાછળ ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયાનો દાવો કર્યો હતો, જ્યારે કે અમારા ગ્રુપના સભ્ય અને પર્યાવરણવીદ સ્ટાલિન ડીએ કરેલી આરટીઆઇની અરજીના જવાબમાં એમએમઆરસીએલ પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારીએ તેમને ઉઘાડા પાડ્યા હતા.

આરટીઆઇના જવાબમાં એમએમઆરસીએલએ જણાવ્યું હતું કે કાર-ડેપોના કામ પાછળ ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાંથી પાંચ કરોડ રૂપિયા વૃક્ષો કાપવાના, ૨૭ કરોડ રૂપિયા કુદરતી માટી / પૂરના ક્ષેત્રને કાટમાળ બનાવવા માટે, ગટરવ્યવસ્થા માટે તેમ જ પાઇપ દૂર કરવા અને બારેમાસ કુદરતી બારમાસી પ્રવાહ જાળવતાં આરેમાં કુદરતી વાતાવરણનો નાશ કરવા કુલ ૩૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ૧૭ કરોડ રૂપિયા હંગામી શેડ તૈયાર કરવા પાછળ, ૨૦ કરોડ રૂપિયા કાયમી સિમેન્ટ અને આરસીસી વર્ક પાછળ ખર્ચ થયા હતા.

ઝોરુ બથેનાએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને બાકીના ૩૩૦ કરોડ રૂપિયા ક્યાં ખર્ચ કર્યા એવો પ્રશ્ન કરતાં તેમના દ્વારા કરવામાં આવેલા ખોટા કાર્યને કારણે મુંબઈએ સહન કરવું પડ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પર્યાવરણવીદ સ્ટાલિન ડીએ કહ્યું હતું કે અમે હંમેશાંથી મેટ્રો કાર-શેડ પાછળ ૧૦૦ કરોડ રૂપિયા કરતાં પણ ઓછો ખર્ચ થયો હોવાનો દાવો કરતા હતા. જોકે કેટલાંક સ્થાપિત હિતોએ ૪૦૦ અને ૪૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાના ખોટા આંકડાઓ જાહેર કરી જનતાને અને એમવીએ સરકારને ગેરમાર્ગે દોરી છે.

mumbai mumbai news maharashtra aarey colony save aarey devendra fadnavis ranjeet jadhav