Mumbai Rains: મુંબઈમાં આગામી 2 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના

09 September, 2019 03:00 PM IST  |  મુંબઈ

Mumbai Rains: મુંબઈમાં આગામી 2 દિવસ ભારે વરસાદ થવાની સંભાવના

ભારે વરસાદ

માયાનગરી મુંબઈ ઘણા દિવસથી પાણી-પાણી થઈ રહી છે. હવામાન વિભાગ અનુસાર મુંબઈમાં આવતા બે દિવસમાં ફરી ભારે વરસાદ થવાની સંભાવના છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં સતત પાંચ દિવસથી થઈ રહેલા ભારે વરસાદના લીધે ભામરાગઢના કેટલાક વિસ્તારો પાણીમાં સંપૂર્ણરીતે ડૂબી ગયા છે.

નોંધનીય છે કે હવામાન વિભાગે શનિવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદ થવાની સંભાવના જણાવી હતી. શનિવારે સવારે કોલાબા વેધશાલા સુધી છેલ્લા 24 કલાકથી પડી રહેલા વરસાદે 70 મિમી વરસાદ નોંધાવ્યો છે, જે સાંતાક્રુઝ દ્વારા નોંધવામાં આવેલા વરસાદની માત્રાની તુલના વધારે છે.

આ પણ જુઓ : MumbaI Rain:સતત વરસાદ બાદ આવા છે માયાનગરીના હાલ હવાલ

IMD વિભાગે જણાવ્યું કે આગામી પણ બે દિવસ પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઈ અને આસપાસના વિસ્તાર પણ પાણી-પાણી થઈ શકે છે. આઈએમડીએ આ અવધિ માટે વાદળ છવાયેલા રહેશે એવી ભવિષ્યવાણી કરી છે. આ બધાની વચ્ચે શનિવારે મધ્ય રેલવે અને વેસ્ટર્ન રેલવેની મુખ્ય અને પશ્ચિમી લાઈનો પર સમયસર ટ્રેન નહીં ચાલે.

mumbai rains mumbai monsoon mumbai weather mumbai news