મુંબઈ: ચોમાસું જતાં-જતાં પણ થપાટ મારશે, 19મીથી ફરી ભારે વરસાદની આગાહી

18 September, 2019 08:23 AM IST  |  મુંબઈ

મુંબઈ: ચોમાસું જતાં-જતાં પણ થપાટ મારશે, 19મીથી ફરી ભારે વરસાદની આગાહી

મુંબઈમાં ભારે વરસાદ

ભારતીય હવામાન ખાતાએ ગઈ કાલે ચેતવણી જાહેર કરી હતી કે કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ગુરુવારથી ફરી ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે. આથી વેધશાળાએ ફરી ઑરેન્જ અલર્ટ જારી કરીને સૌને સાબદા રહેવાનું કહ્યું છે. મુંબઈમાં પણ ગઈ કાલે અચાનક ફરી વરસાદની ઓચિંતી એન્ટ્રી થઈ હતી.

ભારતીય વેધશાળા - પુણેના હેડ અનુપમ કશ્યપીએ કહ્યું હતું કે આ ચોમાસામાં ફરી ભારેથી અતિભારે વરસાદ પડે એવું વાતાવરણ નિર્માણ થયું છે. સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનામાં વરસાદની તીવ્રતા ઘટે છે, પણ આગાહી દર્શાવે છે કે ચોમાસું ફરી સક્રિય બનીને ૧૯ અને ૨૦ સપ્ટેમ્બરે જોરશોરથી વરસશે.’

બંગાળની ખાડીમાં કેટલાક દિવસ પહેલાં ભેજવાળી હવાના દબાણનું નિર્માણ થયું હતું જે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. વિદર્ભ, છત્તીસગઢ અને દક્ષિણ મધ્ય પ્રદેશ સહિત મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.

આ પણ જુઓ : Mumbai Rain:સતત વરસાદ બાદ આવા છે માયાનગરીના હાલ હવાલ

મુંબઈ અને પુણેમાં પણ ૨૦થી ૨૨ સપ્ટેમ્બર દરમ્યાન હળવાથી ભારે વરસાદ પડી શકે છે. ૨૩ સપ્ટેમ્બર સુધી પાલઘર, થાણે, મુંબઈ, રાયગડ, ધુળે, જળગાંવ અને કોલ્હાપુર તથા સાતારાના ઘાટ વિસ્તારમાં તેમ જ ઔરંગાબાદ, નાંદેડ, લાતુર અને ઉસ્માનાબાદમાં પણ વરસાદ પડી શકે છે. આ વખતે ચોમાસું મોડું શરૂ થયા બાદ પણ એટલોબધો વરસાદ પડ્યો છે કે છેલ્લા ૭થી ૧૦ દાયકાનો રેકૉર્ડ અનેક શહેરમાં તૂટ્યો છે.

mumbai mumbai rains mumbai monsoon mumbai news