મુંબઈ : દસથી પંદર ટકા પાણીકાપ માટે તૈયાર થઈ જાઓ

23 July, 2020 07:06 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : દસથી પંદર ટકા પાણીકાપ માટે તૈયાર થઈ જાઓ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા દોઢેક મહિનામાં વરસાદ મન મૂકીને વરસ્યો અને શહેરના મોસમના કુલ ક્વૉટા ૧૦૦ ઇંચના અડધાથી આગળ (૬૫ ઇંચ) આંકડો પહોંચી ચૂક્યો હોવા છતાં પાણીકાપની શક્યતા તોળાઈ રહી છે. શહેરને પાણીપુરવઠો આપતાં તળાવોમાં ફક્ત ૨૯ ટકા જળસંગ્રહ હોવાથી મુંબઈ મહાનગરપાલિકા ટૂંક સમયમાં ૧૫ ટકા પાણીકાપ જાહેર કરે એવી શક્યતા છે. જુલાઈ મહિનામાં બંધો-જળાશયોના ઉપરવાસમાં અને આસપાસમાં સંતોષકારક વરસાદ પડ્યો નથી.

આ પણ વાંચો : મુંબઈ: ધારાવીમાં સોમવારે પ્લાઝમા થેરપી કૅમ્પ યોજાશે

ગયા મે મહિનામાં સખત ગરમીમાં પાણીપુરવઠામાં કાપ મુકાયો નહોતો, પરંતુ હવે એ બાબતની વિચારણા ચાલે છે. મહાનગર મુંબઈને પાણીપુરવઠો આપતાં સાત જળાશયોની જળસંગ્રહની કુલ ક્ષમતા ૧૪.૪૭ લાખ મિલ્યન લિટરની છે. એ સંગ્રહ શહેરને દસ મહિના ચાલે છે, પરંતુ હાલમાં ફક્ત ૪.૧૬ લાખ મિલ્યન લિટર પાણી સાત જળાશયોમાં બચ્યું છે.

mumbai monsoon mumbai mumbai news mumbai rains prajakta kasale brihanmumbai municipal corporation