મુંબઈ મેટ્રો: 15ને બદલે કેમ 19 ઑક્ટોબરના શરૂ થશે, જાણો કારણ...

14 October, 2020 09:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ મેટ્રો: 15ને બદલે કેમ 19 ઑક્ટોબરના શરૂ થશે, જાણો કારણ...

મુંબઈ મેટ્રો

મહારાષ્ટ્ર સરકારે ‘મિશન બીગીન અગેન’ અંતર્ગત આવતી કાલથી વર્સોવા ઘઆટકોપર લાઈન-1ને ચાલુ કરવાની મંજૂરી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા આ બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ફક્ત મેટ્રો સત્તા દ્વારા અધિકૃત જાહેરાતની રાહ જોવાઈ રહી હતી, જોકે મુંબઈ મેટ્રોએ સોમવારથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ઉપરાંત વેસ્ટર્ન રેલવેએ 15 ઑક્ટોબરથી લોકલ ટ્રેનની 194 સર્વિસ વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં 10 એસી ટ્રેનનો સમાવેશ છે. આ 10માંથી આઠ ફાસ્ટ રૂટ પર હશે. ચાર ચર્ચગેટથી વિરાર અને ચાર વિરારથી ચર્ચગેટની સર્વિસ હશે. અન્ય બે સ્લો ટ્રેક પર (મહાલક્ષ્મીથી બોરિવલી, બોરિવલીથી ચર્ચગેટ) દોડશે. આમ 194 સર્વિસને ઉમેરતા રેલવેની કુલ લોકલ સર્વિસ 700 થઈ છે.

સરકારી અને પ્રાઈવેટ લાઈબ્રેરી પણ શરૂ કરવામાં આવશે. સાપ્તાહિક બજારો પણ શરૂ કરવાની મંજૂરી છે, તેમ જ નવી ગાઈડલાઈન્સ મુજબ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશન્સની પણ પરવાનગી છે. ગરદીને ટાળવા માટે આવતી કાલથી દુકાનો બે કલાક વધુ ખુલ્લી રાખી શકાશે. તેમ જ એરપોર્ટ્સમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોવિડ-19 ટેસ્ટ પછી ઈન્ક લગાડવામાં આવશે નહીં. રેલવે સ્ટેશન્સમાં પણ હેલ્થ ચેકઅપ અને સ્ટેમ્પ લગાડવામાં નહીં આવે.

કન્ટેનમેન્ટ ઝઓન સિવાયના વિસ્તારોમાં સ્કૂલો ઑનલાઈન ટીચિંગ, ટેલી કાઉન્સલિંગ અને સંલગ્ન કામો માટે એક સમયે પચાસ ટકા સુધીના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફને બોલાવી શકશે.

mumbai metro covid19 coronavirus mumbai