મુંબઈ : મેટ્રો-વનની ટિકિટ થશે પેપર ક્યુઆર પ્લાસ્ટિકને બદલે કાગળની ટિકિટ

18 January, 2020 10:16 AM IST  |  Mumbai

મુંબઈ : મેટ્રો-વનની ટિકિટ થશે પેપર ક્યુઆર પ્લાસ્ટિકને બદલે કાગળની ટિકિટ

મુંબઈ મેટ્રો

વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો-વનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને હવે પ્લાસ્ટિકના ટૉકનને બદલે પેપર ક્યુઆર કોડવાળી ટિકિટ મળશે. આને કારણે હવેથી ઉતારુઓએ ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનમાં ઊભું રહેવું નહીં પડે. આ સાથે જ એક ટૉકન (ટિકિટ) ખરીદતા સમયે હવેથી બે પ્રવાસી ટિકિટ ખરીદી શકશે. પેપર ક્યુઆર ટિકિટના માધ્યમથી એક મિનિટમાં ૧૨ ટિકિટનું વેચાણ સંભવ થશે, જ્યારે ટૉકન સિસ્ટમના માધ્યમથી અેક મિનિટમાં માત્ર ૬ ટિકિટનું જ વેચાણ થતું હતું. ઘાટકોપરથી વર્સોવા વચ્ચે દોડતી શહેરની પહેલી મેટ્રોમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. આંકડા અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં મેટ્રો-વનમાં અંદાજે ૬૩૦ મિલ્યન પ્રવાસી પ્રવાસ કરી ચૂક્યા છે.

અત્યાર સુધી મેટ્રોના ટૉકનમાં પ્રવાસનું વિવરણ થતું નહોતું. આને કારણે પ્રવાસીઓને પરેશાનીઓનો સામનો કરવો પડતો હતો. ક્યુઆર ટિકિટમાં પ્રવાસીના પ્રવાસનું વિવરણ લખવામાં આવશે. મેટ્રો વનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર નવી ટિકિટમાં પ્રવાસીએ ક્યાંથી ટિકિટ ખરીદી છે અને કયા સ્ટેશન પર તેને ઊતરવું છે એ જાણવા મળશે. ભાડું, ટિકિટ લેવાનો સમય, સિંગલ કે રિટર્ન ટિકિટ છે, તેનું વિવરણ લખેલું હશે. ક્યુઆર ટિકિટની પ્રિન્ટ કરવા માટે થર્મલ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવશે, જે અન્ય પ્રિન્ટર કરતાં વધુ ઝડપી પ્રિન્ટ કરશે.

આ પણ વાંચો : સાંઇબાબાની જન્મભૂમિ ક્યાં? પાથરી અને શિરડીના લોકો વચ્ચે હુંસાતુંસી

નવી પદ્ધતિમાં શ્યાહીની બચત થશે. પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટિકિટનું પ્રિન્ટ થર્મલ પ્રિન્ટરથી થશે, જેમાં ઇંકનો વપરાશ નથી થતો. આ ટેક્નિકમાં ઇંક વિના જ ટિકિટ છપાતી હોય છે. પ્લાસ્ટિકમુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મેટ્રો-વન દ્વારા નવી પ્રણાલીને અપનાવવામાં આવી છે.

mumbai mumbai news mumbai metro