સાંઇબાબાની જન્મભૂમિ ક્યાં? પાથરી અને શિરડીના લોકો વચ્ચે હુંસાતુંસી

Published: Jan 18, 2020, 10:02 IST | Dharmendra Jore | Mumbai

ધર્મનિરપેક્ષ સંત સાંઇબાબાની જન્મભૂમિ મામલે મહારાષ્ટ્રના બે નગરો વચ્ચે સામસામી હુંસાતુંસી શરૂ થઈ ગઈ છે.

સાંઇબાબા
સાંઇબાબા

ધર્મનિરપેક્ષ સંત સાંઇબાબાની જન્મભૂમિ મામલે મહારાષ્ટ્રના બે નગરો વચ્ચે સામસામી હુંસાતુંસી શરૂ થઈ ગઈ છે. પાથરી શહેરના સ્થાનિકોએ શિરડીના સ્થાનિકોને સાંઇબાબાનો જન્મ દેશના સૌથી મોટા અને અતિ ધનાઢ્ય તીર્થધામોમાં સ્થાન પામતા શિરડી, અહેમદનગરમાં થયો હોવાનું પુરવાર કરવાનો પડકાર ફેંક્યો છે.

પરભણી જિલ્લાનું પાથરી શહેરના લોકોના સાંઇબાબાનો જન્મ એમના શહેરમાં થયાના દાવાને શિરડી તરફથી રદિયો અપાતો રહ્યો છે. પાથરીને અન્ય ધાર્મિક પ્રવાસન સ્થળોની માફક વિકસાવવા માટેની દરખાસ્તો તે સરકારને મોકલતી રહી છે. એક સપ્તાહ અગાઉ જ્યારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પાથરીના સાંઇ મંદિરના ટ્રસ્ટીઓને ખાતરી આપી કે સરકાર યાત્રાળુઓ માટે ભક્ત નિવાસના બાંધકામ માટે તેમ જ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ૧૦૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપશે અે સાથે જ આ વિવાદ ફરી સપાટી પર આવ્યો હતો.

પાથરી શહેર શિરડીથી ૨૬૦ કિલોમીટરના અંતરે આવેલું છે અને ઘણા શ્રદ્ધાળુઓ બન્ને ધામોની યાત્રા કરે છે, પરંતુ શિરડીની તુલનામાં પાથરીમાં સુવિધાઓનો તદ્દન અભાવ વર્તાય છે. શિરડી એરપોર્ટ, યોગ્ય હોટેલો, બહેતર માર્ગ અને રેલવે જોડાણ તથા સમૃદ્ધ મંદિર ટ્રસ્ટ ધરાવે છે જે સરકારના નિયંત્રણમાં છે.

આ પણ વાંચો : મુંબઈ: 30 પ્રવાસીઓના જીવ ‌રિક્ષા-ડ્રાઇવરની સતર્કતાથી બચ્યા

એનસીપીના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબા જાની દુરાની શ્રી સાંઇ જન્મસ્થાન મંદિર, પાથરીના ટ્રસ્ટી પણ છે, તેમના મતાનુસાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તત્કાલીન સીએમ સાથે આ પ્રોજેક્ટ જારી રાખ્યો ત્યાર બાદ અગાઉની સરકારે પાથરી માટેની વિકાસ યોજનાને મંજૂરી આપી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK