મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનો આજે કરશે મેટ્રો 9 અને 2Bના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન

07 April, 2026 09:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દહિસર-કાશીગાવ અને ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનથી મંડાલેના રૂટ પર આવતી કાલથી ચાલુ થશે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા મહત્ત્વના પ્રોજેક્ટ ઊભા કરતી મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) દ્વારા આકાર લઈ રહેલા કેટલાક પ્રોજેક્ટ્સનું આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.

એમાં લાંબા સમયથી બનીને તૈયાર દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર સુધીની મેટ્રો 9ના દહિસર-ઈસ્ટથી કાશીગાવના ફર્સ્ટ ફેઝનો સમાવેશ છે. બીજું ડી. એન. નગરથી મંડાલે વચ્ચે દોડનારી મેટ્રો 2Bનો ફર્સ્ટ ફેઝ ચેમ્બુરના ડાયમન્ડ ગાર્ડનથી મંડાલે વચ્ચેનો શરૂ કરાશે. એ સિવાય બોરીવલી અને થાણે વચ્ચે ટ્‍વિન ટનલ પ્રોજેક્ટમાં ટનલ ખોદવાનું ઉદ્ઘાટન કરી એ કામ ચાલુ કરાશે. એ ઉપરાંત બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં પૉડ ટૅક્સી માટે ઊભા થનારા પિલર્સના ભૂમિપૂજનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે.

mumbai news mumbai mumbai metro mumbai metropolitan region development authority devendra fadnavis sunetra pawar eknath shinde mumbai transport