મુંબઈ : મેટ્રોના પ્રવાસીઓને માસિક પાસમાં રાહત

23 January, 2020 10:23 AM IST  |  Mumbai

મુંબઈ : મેટ્રોના પ્રવાસીઓને માસિક પાસમાં રાહત

મુંબઈ લોકલમાં જે રીતે પ્રવાસીઓ માસિક પાસ પર ગમે એટલીવાર અવરજવર કરી શકે છે એ જ રીતે હવે મુંબઈ મેટ્રો-વનના પ્રવાસીઓ માટે પણ મુંબઈ મેટ્રો-વન મન્થ્લી પાસની સગવડ ચાલુ કરી રહ્યું છે. ૨૩ જાન્યુઆરીથી પ્રવાસીઓને મન્થ્લી પાસ મળી શકશે. મુંબઈ મેટ્રો-વન હાલ મન્થ્લી પાસની આ યોજનાને છ મહિના સુધી લાગુ કરશે, જો એને સફળતા મળશે તો એ યોજના લંબાવવામાં આવશે. 

હાલ મુંબઈ મેટ્રો-વનના પ્રવાસીઓને સિંગલ અને રિટર્ન જર્ની માટે ટૉકન લેવું પડે છે અથવા સ્માર્ટ-કાર્ડ દ્વારા પ્રવાસ કરવો પડે છે. ઘણા પ્રવાસીઓ મુંબઈ મેટ્રો અૅપ દ્વારા પણ ક્યુઆર કોડની મદદથી પ્રવાસ કરે છે. હાલ પણ રોજેરોજ મુસાફરી કરતા પ્રવાસીઓને સરળતા રહે એ માટે મુંબઈ મેટ્રો-વન દ્વારા બે ચોક્કસ સ્ટેશનો વચ્ચે ૪૫ પ્રવાસ (આવવું અને જવું મળીને)ની સુવિધા ધરાવે છે. જો એ પ્રવાસીઓ માસિક પાસ કઢાવે તો એમને હાલ ઇન્ટ્રોડક્ટરી ઑફરમાં માત્ર પચ્ચીસ જ રૂપિયા વધુ ભરવાના રહે અને તેમને આખો મહિનો (૩૦ દિવસ)ગમે એટલી વાર પ્રવાસ કરવાની સુવિધા મળી શકશે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં નાગરિકતા કાયદા વિરોધી ઠરાવ પસાર કરવાની જરૂર નથીઃ ઉદ્ધવ

હાલનું ભાડું

હાલ મુસાફરોને ૪૫ પ્રવાસના અંધેરીથી સાકીનાકાના ૭૭૫, ઘાટકોપરથી મરોલ નાકા, અૅરપોર્ટ સુધીના ૭૭૫, ઘાટકોપરથી અંધેરીના ૧૧૧૦ અને વર્સોવાથી ઘાટકોપરના ૧૩૭૫ રૂપિયા ચૂકવવા પડે છે. તેમાં માત્ર ૨૫ રૂપિયા વધારે ભરી તેઓ આખા મહિનાનો માસિક પાસ લઇ શકશે જે સરવાળે તેમને ઘણું વાજબી પડશે. મુંબઈ મેટ્રો-વનની આ સ્કીમનો કેટલા મુસાફરો લાભ ઉઠાવે છે એ તો હવે આવનાર સમય જ કહેશે.

mumbai metro mumbai news sakinaka andheri ghatkopar marol versova