અદર પૂનાવાલાને ધમકી : રાજ્ય સરકાર તપાસ કરશે

04 May, 2021 10:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ તેમને મળી રહેલી કથિત ધમકીઓ વિશે પોલીસ-ફરિયાદ કરવી જોઈએ એમ જણાવતાં રાજ્યના એક પ્રધાન રાજ્ય સરકાર એ સંબંધમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે એવી ખાતરી આપી હતી.

અદર પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ તેમને મળી રહેલી કથિત ધમકીઓ વિશે પોલીસ-ફરિયાદ કરવી જોઈએ એમ જણાવતાં રાજ્યના એક પ્રધાન રાજ્ય સરકાર એ સંબંધમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે એવી ખાતરી આપી હતી. દેશમાં કોવિડ-વૅક્સિનની વધતી જતી માગણીને પગલે મળી રહેલી કથિત ધમકીઓથી બચવા લંડનમાં પોતાનું રોકાણ લંબાવી રહેલા અદર પૂનાવાલાએ કહ્યું હતું કે હું થોડા દિવસમાં ભારત પાછો ફરીશ. 

પૂનાવાલાએ કહ્યું કે કોવિડ-વૅક્સિનની માગણીને લઈને તેમને તથા તેમના પરિવારને મળી રહેલી ધમકીઓમાં દબાણ અને આક્રમકતા વધતાં તેમણે દેશ છોડીને લંડન જતા રહેવાનો નિર્ણય લીધો હતો. 

જોકે એનસીપીના નેતા અને માઇનૉરિટી બાબતોના રાજ્ય કક્ષાના પ્રધાન નવાબ મલિકે કહ્યું કે હાલની પરિસ્થિતિ માટે તેઓ પોતે જ જવાબદાર છે. સૌપ્રથમ તેમણે કોવીશિલ્ડ વૅક્સિનની કિંમત કેન્દ્ર સરકાર માટે ૧૫૦ રૂપિયા, કેન્દ્ર સરકારને ૪૦૦ પ્રતિ ડોઝ અને પ્રાઇવેટ હૉસ્પિટલોને ૭૦૦ રૂપિયા પ્રતિ ડોઝ કિંમત નક્કી કરી હતી. ત્યાર બાદ રાજ્ય સરકાર માટે વૅક્સિનના ડોઝની કિંમત ૪૦૦ રૂપિયાથી ઘટાડીને ૩૦૦ રૂપિયા કરી હતી એને કારણે લોકોના મનમાં મૂંઝવણ ઊભી થઈ અને અનેક પ્રશ્નો ઊઠ્યા હતા. 

mumbai mumbai news maharashtra coronavirus covid19