મહારાષ્ટ્ર સરકારે 31 જાન્યુઆરી સુધી વધાર્યુ લૉકડાઉન, આ છે ગાઈડલાઈન્સ

30 December, 2020 02:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકારે 31 જાન્યુઆરી સુધી વધાર્યુ લૉકડાઉન, આ છે ગાઈડલાઈન્સ

પ્રતીકાત્મક તસવીર.. તસવીર સૌજન્ય - મિડ-ડે

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કોવિડ-19ના પ્રસારને રોકવા માટે લૉકડાઉન પ્રતિબંધને 31 જાન્યુઆરી 2021 સુધી લંબાવી દીધો છે. મહારાષ્ટ્ર એ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક છે જે દેશના કુલ સક્રિય COVID-19 કેસોમાં 60 ટકા હિસ્સો ધરાવે છે. નોંધપાત્ર વાત એ છે કે 25 માર્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઘોષણા સાથે અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ લાગું કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે એક પરિપત્ર જાહેર કરીને લોકોનું નવું વર્ષ ઉજવવા માટે ઘરની બહાર ન જવાની અપીલ કરતા સામાન્ય રીતે નવા-વર્ષનું સ્વાગત કરવા માટે કહ્યું છે.

મહારાષ્ટ્ર સરકારે નવા વર્ષ માટે ગાઈડલાઈન્સ બહાર પાડી

- કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને, ઘરે નવા વર્ષનું સ્વાગત કરો અને જાહેર સ્થળોએ જવાનું ટાળો.

- ગીચ સ્થળો જેમ કે નાગરિક સમુદ્ર તટ, બગીચા, વિશેષ રૂપથી મુંબઈમાં ગેટવે ઑફ ઈન્ડિયા, મરીન લાઈન્સ, ગિરગાંવ ચોપાટી, જૂહુ ચોપાટીની મુલાકાત ન લો.

- 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અને બાળકોને ઘરની બહાર ન જવા દો.

- જો તમારે સાર્વજનિક સ્થાનો પર જવું પડે તો સામાજિક અંતર, માસ્ક અને સેનિટાઈઝર જેવા કોરોનાના નિયમોનું પાલન કરો.

- કોઈપણ રીતે 31 ડિસેમ્બરે ધાર્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક કાર્યોનું આયોજન કરવાનું ટાળો.

- ફટાકડા વાપરશો નહીં.

- નવા વર્ષના પહેલા દિવસે ઘણા લોકો ભગવાનના દર્શન કરવા મંદિર જાય છે, કોરોનાને લીધે આ વર્ષે આવું કરવાનું ટાળો.

- સરકાર દ્વારા જાહેર કરાયેલા આ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

- રાજ્યમાં રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ ચાલુ રહેશે.

નોંધનીય છે કે રાજ્યમાં હોટેલ્સ, રેસ્ટોરન્ટ, પબ્સને 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેનું ઉલ્લંઘન કરનારાઓને પણ કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdown