મહારાષ્ટ્રમાં હવે નહીં મળે ખુલ્લી સિગારેટ અને બીડી

28 September, 2020 02:17 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મહારાષ્ટ્રમાં હવે નહીં મળે ખુલ્લી સિગારેટ અને બીડી

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે હવે રાજ્યમાં ખુલ્લી સિગારેટ અને બીડીના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રકારનો પ્રતિબંધ મૂકનાર તે દેશનું પહેલું રાજ્ય બન્યું છે. ગુરુવારે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નોટિફિકેશન દ્વારા પ્રતિબંધ મૂક્યો હતો. સિગારેટ અને તમાકુ અધિનિયમ ૨૦૦૩ હેઠળ પેકેટ પર આ પદાર્થના સેવનથી થતાં નુકસાનની ચેતવણી લખવી જરૂરી છે.

તાતા મેમોરિયલના કેન્સર સર્જન ડૉ. પંકજ ચતુર્વેદીના જણાવ્યા મુજબ સરકારના આ આદેશથી યુવાઓમાં તંબાકુ, સિગારેટની આદત ઓછી થશે. ખુલ્લી બીડી-સિગારેટ ન મળવાથી હવે આખું પેકેટ ખરીદવું ફરજિયાત બનશે અને આખા પેકેટ માટે રૂપિયા ન હોવાથી યુવાઓમાં આ પદાર્થના સેવનમાં ઘટાડો જોવા મળશે. ભારતમાં ૧૬થી ૧૭ વર્ષના યુવાનોમાં સૌથી વધારે સિગારેટની આદત જોવા મળે છે.

mumbai mumbai news coronavirus covid19 maharashtra