એકચ વાદા - અજિત દાદા એનસીપીના કાર્યકરોના દેખાવો

27 November, 2019 02:02 PM IST  |  Mumbai

એકચ વાદા - અજિત દાદા એનસીપીના કાર્યકરોના દેખાવો

એનસીપીના કાર્યકરો

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા પરથી અજિત પવારે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી એનસીપીના કાર્યકરોએ તેમના એ પગલાને વધાવી લેતાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યાં હતાં. ગઈ કાલે બપોરે ઉપનગરની જે હોટેલમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (શિવસેના-કૉન્ગ્રેસ અને એનસીપી)ની સંયુક્ત બેઠક યોજાઈ હતી એ હોટેલની બહાર એનસીપીના કાર્યકરોએ દેખાવો કર્યા હતા.

દેખાવો કરતાં એનસીપીના કાર્યકરોએ અજિત પવારના રાજીનામું આપવાના પગલાને બિરદાવતાં અને તેમને પક્ષમાં પાછા આવીને ફરી સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો. તેમના હાથોમાં અજિત પવારને સંબોધીને ‘દાદા વી લવ યુ’ અને ‘એકચ વાદા - અજિત દાદા’ લખેલાં પ્લેકાર્ડ્સ હતાં.’

આ પણ વાંચો : ચાલાક ચાણક્ય શરદ પવાર BJPને પછાડીને બન્યા મૅન ઑફ ધ મૅચ

શરદ પવાર માત્ર ઇશારો કરશે તો બીજેપી ખતમ થઈ જશે : મલિક

નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા નવાબ મલિકે ચેતવણીના સૂરમાં કહ્યું હતું કે ‘શરદ પવાર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં બીજેપીનું નામોનિશાન નહીં રહે, બીજેપી ખતમ થઈ જશે. બીજેપીએ દગાબાજી કરીને સરકાર રચી હતી. બીજેપીએ દગો કર્યો હતો. અમે હોટેલ હયાતમાં ૧૬૨ સભ્યોની શપથ પરેડ યોજીને બીજેપીના બહુમતીના દાવાની પોલ ખુલ્લી પાડી હતી. બીજેપી શરદ પવારને ઓળખવામાં થાપ ખાઈ ગઈ. શરદ પવાર માત્ર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં બીજેપીનું નામોનિશાન મટી જશે અને એ ખતમ થઈ જશે. આ ગોવા કે કર્ણાટક નથી, મહારાષ્ટ્ર છે એ હકીકત બીજેપીએ સમજી લેવાની જરૂર છે. શરદ પવાર ઇશારો કરે તો એ તમામ સભ્યો પાછા ફરશે અને બીજેપી ખાલી જઈ જશે.’

mumbai news nationalist congress party ajit pawar maharashtra sharad pawar