કૉન્ગ્રેસના પ્રવક્તાના ભાઈ સામે રેપની ફરિયાદ

03 March, 2021 08:56 AM IST  |  Mumbai | Mid-day Correspondent

કૉન્ગ્રેસના પ્રવક્તાના ભાઈ સામે રેપની ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

કૉન્ગ્રેસના પ્રવક્તા રાજુ વાઘમારેના ભાઈ સુનીલ વાઘમારે સામે એક યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે જેમાં તેની ધરપકડ પણ કરાઈ છે. મુંબઈના ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ હતી, પણ ઘટના લોનાવલામાં બની હોવાથી કેસ લોનાવલા પોલીસને ટ્રાન્સફર કરાયો હતો.

પોલીસના કહેવા મુજબ સુનીતે એ ૨૮ વર્ષની પીડિતાને નોકરી અપાવવાની લાલચ આપી હતી, ત્યાર બાદ ફેસબુક પર તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી તેની સાથે દોસ્તી કરી હતી. ત્યાર બાદ તેમણે તેમના મોબાઇલ નંબરની આપ લે કરી હતી. તેઓ એકબીજા સાથે ફોન પર વાતો પણ કરતાં હતાં અને ચેટ પણ કરતાં હતાં. ત્યાર બાદ પરિણીત સુનીતે પીડિતાને ક્હ્યું કે તેનું લગ્નજીવન બરોબર નથી ચાલી રહ્યું, એ છૂટાછેડા લેવા માગે છે અને તેની સાથે પરણવા માગે છે, તેને પ્રેમ કરે છે. ત્યાર બાદ તેઓ થોડા વખત લીવ ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. સુનીત પીડિતાને ત્યાર બાદ લોનાવલાની એક હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો એમ પીડિતાએ તેની ફરિયાદમાં કહ્યું છે. પીડિતાએ ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પણ ઘટના લોનાવલામાં બની હોવાથી એ કેસ લોનાવલા પોલીસને ટ્રાન્સફર કરાયો હતો. લોનાવલા પોલીસે કેસ નોંધી સુનીતની ધરપકડ કરી કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૪ માર્ચ સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.

mumbai mumbai news congress Crime News mumbai crime news