પાલઘરમાં ઍન્ટિ-સૅન્ડ માઇનિંગ પર રેઇડ આઠ કરોડની મતા જપ્ત

28 September, 2020 07:14 AM IST  |  Palghar | Agency

પાલઘરમાં ઍન્ટિ-સૅન્ડ માઇનિંગ પર રેઇડ આઠ કરોડની મતા જપ્ત

ઍન્ટિ-સૅન્ડ માઇનિંગ

ગઈ કાલે તાનસા અને વૈતરણા નદીના એરિયામાં આવેલી ઍન્ટિ-સૅન્ડ માઇનિંગમાં પાલઘર પોલીસે રેઇડ પાડી હતી, જેમાંથી ૮ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી. પાલઘર પોલીસના પીઆરઓ સચિન નવાડકરે જણાવ્યું કે ‘ખાર્ડી અને ખનીવાડે ગામમાં પાડવામાં આવેલી આ રેઇડમાં ૨૩૦ બોટ, ૧૫૨ સક્શન પંપ, અર્થ મૂવર અને ૧૬૫૦ બ્રાસ રેતી (૧૦૦ ક્યુબિક ફૂટ રેતી એટલે એક બ્રાસ) જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેની કુલ કિંમત અંદાજે ‌૭.૯૦ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.’

‌એક બ્રાસ રેતીની બજારકિંમત અંદાજે ૯૭૮૯ રૂપિયા છે. વિરલ પોલીસ સ્ટેશને આ કેસ આઇપીસી હેઠળ નોંધવામાં આવ્યો છે.

પાલઘર પોલીસે તાનસા અને વૈતરણા નદીમાં દરોડો પાડીને ગેરકાયદે કઢાતી રેતી કાઢનારાઓ સામે કાર્યવાહી કરી હતી.

mumbai mumbai news palghar maharashtra