મુંબઈ: લાલબાગમાં કાર ચાલકે રસ્તા પર બે બાળકોને કચડી નાખ્યા, એકનું મોત, બીજો ઘાયલ

11 September, 2025 04:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે ગુપ્તાને પીઆર બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી શું ખરેખર તેની ભૂલ હતી કે તે નશામાં હતો?

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

મુંબઈના લાલબાગ વિસ્તારમાં મોડી રાત્રે એક દુ:ખદ હિટ એન્ડ રનની ઘટના બની. ઘાટકોપરના રહેવાસી સંતોષ નાનુ ગુપ્તા (37) એ ખૂબ જ ઝડપે વાહન ચલાવીને રસ્તાની બાજુના ફૂટપાથ પર સૂતેલા બે બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેનો 11 વર્ષનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. કાલાચોકી પોલીસે કેસની તપાસ શરૂ કરી અને નજીકના સીસીટીવી ફૂટેજની મદદથી વાહનની શોધ કરવામાં આવી. આ પછી, પોલીસે સંતોષ ગુપ્તાની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગુપ્તા વાહન ચલાવી રહ્યો હતો, જે અચાનક તેનું નિયંત્રણ છૂટી ગયું અને બાળકો તેની કાર ફૂટપાથ બાળકો પરથી નીકળી ગઈ.

કોર્ટે જામીન મંજૂર કર્યા

ધરપકડ કર્યા બાદ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે ગુપ્તાને પીઆર બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાનો પણ નિર્દેશ આપ્યો છે, જેથી શું ખરેખર તેની ભૂલ હતી કે તે નશામાં હતો કે પછી બીજું કોઈ કારણ તે તે મામલે હવે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. પોલીસ હવે અકસ્માતના કારણો, વાહનની ગતિ અને ડ્રાઇવરની બેદરકારીની સંપૂર્ણ તપાસ પણ કરી રહી છે. ‘જો ગુપ્તાની બેદરકારી સાબિત થશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને હાલમાં ઘાયલ બાળકીની સારવાર ચાલુ છે,” એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ૧૧ વર્ષના બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ, તેની હાલત હજી પણ ગંભીર છે. હોસ્પિટલ પ્રશાસન અને ડોક્ટરો તેની સંભાળમાં સતત સારવાર કરી રહ્યા છે.

સ્થાનિક લોકોએ શોક વ્યક્ત કર્યો

આ બેફામ હિટ એન્ડ રનની ઘટનાએ વિસ્તારના લોકોને હચમચાવી દીધા છે. સ્થાનિક લોકોએ રાતસા સલામતી વ્યવસ્થા પર પ્રશ્નો ઉઠાવ્યા અને પ્રશાસન પાસેથી આરોપી સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી છે. ઘણા લોકો મૃતક બાળકીના પરિવાર માટે વળતરની પણ માગ કરી રહ્યા છે. કાલચૌકી પોલીસનું કહેવું છે કે તેઓ વાહનની ગતિ, ડ્રાઇવરની સ્થિતિ અને અન્ય સંભવિત બેદરકારીની તપાસ કરી રહ્યા છે. અકસ્માતનું સંપૂર્ણ સત્ય બહાર આવ્યા પછી જ આગળની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.

બ્લૅક સ્પૉટ નજીક આવશે એટલે વાહનચાલકને મોબાઇલમાં અલર્ટ થઈ જવાનો સંકેત મળશે

થાણેની રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ થાણે જિલ્લામાં અકસ્માતની સંખ્યા ઓછી કરવા ટેક્નૉલૉજી-આધારિત બ્લૅક સ્પૉટ નામની ઍપ્લિકેશન મંગળવારે શરૂ કરી હતી. આ ઍપ્લિકેશનમાં હેલ્પલાઇન નંબરોને એકીકૃત કરીને યુઝર-ફ્રેન્ડ્લી સેવાઓ પૂરી પાડવામાં આવી છે. RTOએ તૈયાર કરેલી મોબાઇલ ફોન ઍપ્લિકેશન રસ્તા પર અકસ્માત-સંભવિત બ્લૅક સ્પૉટ વિશે ડ્રાઇવરો અને મુસાફરોને અગાઉથી ચેતવણી આપે છે.

lalbaug road accident mumbai news mumbai mumbai police