જળાશયોમાં ૨૪ કલાકમાં ૨૦ દિવસ ચાલે એટલું પાણી આવ્યું

28 July, 2019 11:46 AM IST  |  મુંબઈ

જળાશયોમાં ૨૪ કલાકમાં ૨૦ દિવસ ચાલે એટલું પાણી આવ્યું

જળાશયોમાં ૨૪ કલાકમાં ૨૦ દિવસ ચાલે એટલું પાણી આવ્યું

ચોમાસાના બીજા રાઉન્ડમાં વરસાદે જોરદાર હાજરી નોંધાવતાં છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈ શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ હતી. શુક્રવારે સવારે ૬ વાગ્યાથી શનિવારે સવારે ૬ વાગ્યા દરમ્યાન ૭૯,૨૯૭ એમએલડી નવું પાણી આવ્યું હતું. આ સાથે શહેરની કુલ વાર્ષિક જરૂરિયાત ૧૪,૪૭,૩૬૩ એમએલડી પાણી સામે અત્યાર સુધીમાં જળાશયોમાં ૧૦,૦૭,૬૨૩ એમએલડી પાણી જમા થયું છે, જે ૬૯.૬૨ ટકા થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં વિહાર જળાશયમાં ૭, અપર વૈતરણામાં ૬, તુલસીમાં ૬, ભાત્સામાં ૬, તાનસામાં ૫.૫, મોડકસાગરમાં ૪.૫ અને મિડલ વૈતરણામાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાવાની સાથે આસપાસના વિસ્તારોમાં પણ સારોએવો વરસાદ પડતાં છેલ્લા ત્રણ દિવસમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

આ પણ જુઓઃ પહેલા એપિસોડમાં આવા દેખાતા હતા 'તારક મહેતા..'ના તમારા માનીતા કલાકારો

જોકે ૨૭ જુલાઈ ૨૦૧૮ની સરખામણીએ જળાશયોમાં હજી આ વર્ષે બે લાખ એમએલડી પાણી ઓછું જમા થયું છે. આગામી અઠવાડિયામાં હવામાન ખાતાએ સારા વરસાદની આગાહી કરી હોવાથી આ સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે.

mumbai mumbai rains