મુંબઈ: પોલીસ-સ્ટેશનમાં કચ્છીના બર્થ-ડેની ઉજવણી ભારે પડી

15 October, 2020 11:44 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ: પોલીસ-સ્ટેશનમાં કચ્છીના બર્થ-ડેની ઉજવણી ભારે પડી

તુળિંજ પોલીસ-સ્ટેશનમાં સચિન ગાલાના બર્થ-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

નાલાસોપારાના તુળિંજ પોલીસ-સ્ટેશનમાં ગઈ કાલે એક જણના બર્થ-ડેની ઉજવણી પોલીસ કરી રહ્યા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસની આ હરકતથી વિભાગની બદનામી થઈ હોવાથી મીરા-ભાઈંદર-વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ દ્વારા મોડી સાંજે આ બાબતની તપાસનો આદેશ અપાયો હતો.

નાલાસોપારા-ઈસ્ટમાં રેલવે-સ્ટેશન નજીક આવેલા તુળિંજ પોલીસ-સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર ડી. એસ. પાટીલની કૅબિનમાં કચ્છી સચિન ગાલાના બર્થ-ડેની ઉજવણી ગઈ કાલે પોલીસે કરી હતી. આ ઉજવણીનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર કમિશનરેટ સદાનંદ દાતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ વિશે તપાસ કરવાનો આદેશ અપાયો છે. એનો રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. જેનો જન્મદિવસ ઊજવાયો છે તેના વિશે પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.’

nalasopara mumbai mumbai news mumbai police