ગરીબ બાળકોએ સાઇકલ રૅલી યોજીને ફટાકડા ન ફોડવાનો સંદેશ આપ્યો

14 November, 2020 11:11 AM IST  |  Mumbai | Diwakar Sharma

ગરીબ બાળકોએ સાઇકલ રૅલી યોજીને ફટાકડા ન ફોડવાનો સંદેશ આપ્યો

આ બાળકો શુક્રવારે વસઈ-ઈસ્ટમાં મધુબન ખાતેના ફ્રાઇડે માર્કેટ પર એકત્રિત થયાં હતાં અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સ્કીટ ભજવી હતી. તસવીર ​: હનીફ પટેલ

વસઈ-ઈસ્ટની ડેમ્બર પ્લાન્ટ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતાં અનેક બાળકો તેમના વિસ્તારોમાં સાઇકલ રૅલી કાઢીને નાગરિકોને દિવાળી દરમ્યાન ફટાકડા ફોડવાથી દૂર રહેવા માટે જાગૃતિ ફેલાવી રહ્યા છે.

તાજેતરમાં જ બનેલા બિન-નફાકારી સંગઠન શરણ ફાઉન્ડેશન્સ દ્વારા સંવેદનશીલ કરવામાં આવેલાં આ જરૂરિયાતમંદ બાળકોએ પ્લેકાર્ડ્ઝ બનાવ્યાં છે અને તેમને તેમની સાઇકલો પર લગાવ્યા છે અને તેઓ બજારના વિસ્તારોમાં સાઇકલ ફેરવીને નાગરિકોને, ખાસ કરીને બાળકોને ઘોંઘાટિયા, પ્રદૂષણ ફેલાવનારા ફટાકડા વિના દિવાળીની ઉજવણી કરવા માટે સમજાવી રહ્યાં છે.

આ બાળકોને શરણ ફાઉન્ડેશનના ચેરપર્સન રાકેશ પરમાર અને તેમની ટીમ દ્વારા તાલીમ પૂરી પાડવામાં આવી છે. તેઓ આ બાળકોના શિક્ષણ તથા કલ્યાણની પણ કાળજી લઈ રહ્યા છે.

પરમારે જણાવ્યું હતું કે અમે આ બાળકોના સાતત્યપૂર્ણ વિકાસની કાળજી લઈ રહ્યા છીએ. અત્યારે આશરે ૪૦ બાળકોએ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બાળકો મહામારી સામે સુરક્ષિત રહે તે અમે સુનિશ્ચિત કરીએ છીએ. તેઓ બે કિલોમીટર કરતાં વધુ મુસાફરી ન ખેડે અને તમામ બાળકો ફેસ-માસ્ક પહેરે તેની અમે ખાતરી કરીએ છીએ.

બાળકો ૧૦થી ૧૬ વર્ષની વય જૂથનાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

બાળકો નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઘણાં રોમાંચિત હોવા છતાં કેટલાક લોકોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે લોકો ઘણી વખત તેમની સાથે દલીલોમાં ઊતરે છે અને એક વ્યક્તિ ફટાકડાનો બહિષ્કાર કરે તેનાથી કોઈ પરિવર્તન નથી આવી જતું – તેમ કહે છે.

લોકોને ફટાકડા ફોડવાનાં જોખમો વિશે સમજાવતાં મને ઘણું સારું લાગે છે. મોટાભાગના લોકો અમારાં પગલાંને આવકારી રહ્યાં હોવા છતાં કેટલાક લોકો તેમની વાત પર અડગ હોય છે અને જણાવે છે કે તેઓ દિવાળી દરમ્યાન એક ફટાકડો ફોડશે તો તેનાથી કશો ફરક નથી પડી જવાનો, તેમ પોતાની વાત પર અડગ હોય તેવા લોકોને ફટાકડા ન ફોડવા માટે સમજાવનારા તન્નુ ચૌહાણ જણાવે છે.

vasai diwali coronavirus covid19 lockdown diwakar sharma