સવારે શિવસેના, બપોરે એનસીપી ને સાંજે બીજેપી

11 February, 2021 08:47 AM IST  |  Kalya | Mid-day Correspondent

સવારે શિવસેના, બપોરે એનસીપી ને સાંજે બીજેપી

તસવીર સૌજન્ય મિડ-ડે

રાજકારણમાં ક્યારે શું થાય એ કહેવું મુશ્કેલ હોય છે. આવું જ કંઈક મુરબાડ તાલુકાની ભુવન ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણી બાદ જોવા મળ્યું છે. ચૂંટાઈ આવ્યા બાદ સરપંચ, નાયબ સરપંચ તેમના પરિવાર અને મિત્રો સહિત એનસીપીના નેતાઓની શુભેચ્છા લેતા જોવા મળ્યા હતા. બાદમાં તેમણે બીજેપીના મુરબાડના વિધાનસભ્ય કિસન કથોરેની શુભેચ્છા સ્વીકારી હતી. ગઈ કાલે સવારે તેઓ શિવસેનાના થાણે જિલ્લાના ઉપાધ્યક્ષ સુભાષ પવાર સાથે જોવા મળ્યા હતા. ત્રણેય રાજકીય પક્ષના નેતાઓએ આ ગ્રામપંચાયત પર પોતાનો વિજય થયો હોવાનો દાવો કર્યો હતો.

બીજેપીના વિધાનસભ્ય કિસન કથોરેએ સરપંચ પોતાના હોવાનો દાવો કર્યો હતો તો એનસીપીના પદાધિકારી પ્રમોદ હિન્દુરાવે પણ પોતાના સરપંચ ચૂંટાયા હોવાનું કહ્યું હતું.

શિવસેનાના થાણે જિલ્લા ઉપાધ્યક્ષ સુભાષ પવારને પણ બાદમાં ચૂંટાયેલા સરપંચ અને નાયબ સરપંચ મળતાં શિવસેનાએ પોતાનો વિજય ગણાવ્યો હતો. આથી ૨૪ કલાકમાં શિવસેના, એનસીપી અને બીજેપીના નેતાઓને સરપંચ અને નાયબ સરપંચ મળ્યા હતા.

આ વિશે નાયબ સરપંચ સુનીલ બાંગરે કહ્યું હતું કે ‘શિવસૈનિક હોવાથી આ ગ્રામપંચાયતમાં સાતમાંથી ચાર બેઠકમાં શિવસેનાના ઉમેદવારો વિજયી થયા છે, જ્યારે એનસીપીને એક બેઠક મળી છે. આથી ગ્રામપંચાયત પર શિવસેનાનો જ વિજય થયો છે. કોઈએ ભ્રમમાં પડવું નહીં.’

mumbai mumbai news shiv sena nationalist congress party bharatiya janata party kalya