60-70 વર્ષની ભારત સાથેની ચીનની દોસ્તી બનાવટી હતી

05 September, 2020 12:43 PM IST  |  Mumbai | Hemal Ashar

60-70 વર્ષની ભારત સાથેની ચીનની દોસ્તી બનાવટી હતી

તેન્ઝિન સુન્ડે

ચીન સાથે થયેલા ઘર્ષણમાં તિબેટન મૂળના ભારતીય સૈનિક તેન્ઝિન ન્યાઇમાએ શહીદી વહોરી હતી. સૈનિકના મૃત્યુએ ભારતની સ્પેશ્યલ ફ્રન્ટિયર ફોર્સ (એસએફએફ)ને સ્પોટલાઇટમાં લાવી દીધું છે. હિમાલયના ઉચ્ચ પ્રદેશોમાં તહેનાત આ સ્પેશ્યલિસ્ટ્સ પૈકીના મોટાભાગના સૈનિકો તિબેટિયન મૂળના છે. મૂળ તિબેટના અને હવે ધરમશાલામાં સ્થાયી થયેલા લેખક અને એક્ટિવિસ્ટ તેન્ઝિન સુન્ડેએ જણાવ્યું હતું કે બ્લેક ટોપ હિલ પરના કબજાથી એસએફએફ અંગે થોડી સજાગતા આવી છે.

તિબેટિયન મૂળના એક સૈનિકે ભારત માટે લડતાં પોતાનો જાન ગુમાવ્યો. અન્ય એક સૈનિક ઇજાગ્રસ્ત થયો છે. ધરમશાલામાં તેની કેવી પ્રતિક્રિયા આવી રહી છે? એના જવાબમાં એમણે કહ્યું હતું કે બ્લેક ટોપ હિલ કબજે કરવાથી ગર્વની લાગણી થઈ રહી છે, પણ તે ગર્વ સાથે દુઃખ પણ અનુભવાઈ રહ્યું છે, કારણ કે એક સૈનિકે જીવ ગુમાવ્યો છે અને અન્ય એકને ઇજા થઈ છે.

તિબેટિયન પ્રજા સતત ભારતને જણાવતી આવી છે કે જ્યારે પાડોશી ચીને આખા તિબેટ દેશ પર કબજો જમાવી દીધો છે ત્યારે તમે સલામત હોવાનો દેખાવ કરી શકો નહીં. ભારતીય રાજકારણીઓ જનતાને કહે છે કે ચીન સાથે વેપાર કરીને આપણને લાભ થશે અને ભારતીય જનતાએ સ્વીકારી લીધું છે કે ભારત ચીનનું મિત્ર છે. હવે શ્રેણીબંધ ઘટનાઓથી આપણને સમજાયું છે કે આ ૬૦-૭૦ વર્ષની ભારત સાથેની ચીનની દોસ્તી બનાવટી હતી. આ પ્રક્રિયામાં ચીને તિબેટ સાથેના સંબંધો ગુમાવ્યા, જે સંસ્કૃતિના સંબંધો હતા.

બ્લેક ટોપ હિલ મેળવી એ ગર્વની વાત છે પરંતુ એક જવાન શહિદ થયો અને બીજો ઇજાગ્રસ્ત એ વાતનું દુખ છે
- તેન્ઝિન સુન્ડે

tibet india mumbai news mumbai ms hemal ashar