વિરાર-વસઈના ગેરકાયદે ઢાબા થયા બંધ

01 January, 2021 09:45 AM IST  |  Mumbai | Diwakar Sharma

વિરાર-વસઈના ગેરકાયદે ઢાબા થયા બંધ

પોલીસે સી-વ્યુ ઢાબા પર બુધવારે રાતે રેઇડ પાડી હતી. તસવીર : હનીફ પટેલ

ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સંજય કુમાર પાટીલના વડપણ હેઠળ પોલીસ ટુકડીએ બુધવારે રાત્રે લગભગ નવ વાગ્યાના સુમારે રાજોડી બીચ પરના સી-વ્યુ ઢાબા અને હાઇટાઇડ એમ બે ફૂડ-જૉઇન્ટ્સ પર દરોડા પાડ્યા હતા.

બન્ને ફૂડ-જૉઇન્ટ્સ પાસે ગ્રાહકોને શરાબ વેચવાની પરમિટ નહોતી. પોલીસ ટુકડીએ પાડેલી રેઇડ વખતે ગ્રાહકો આ ગેરકાયદે ફૂડ-જૉઇન્ટ્સ પર શરાબનું સેવન કરતા જોવા મળ્યા હતા. આ ફૂડ-જૉઇન્ટ્સમાં ગ્રાહકો શરાબ લઈને ચટપટા નાસ્તા અને ડિનરનો ઑર્ડર કરતા હોવાનું સૂત્રોએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. આ ફૂડ-જૉઇન્ટ્સ સામે તેમ જ કોવિડ-19નાં નિયંત્રણોનું ઉલ્લંઘન કરી ગેરકાયદે શરાબ લેનારા ગ્રાહકો વિરુદ્ધ અર્નાળા પોલીસ-સ્ટેશનમાં બે કેસ દાખલ કરવામાં આવ્યા છે. ૧૭ જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વસઈ તાલુકાના કેટલાક હોટેલમાલિકો બુધવારે વિરારમાં પોલીસ અધિકારીને મળ્યા હતા તથા તેમને મહામારીને અનુલક્ષીને જાહેર કરાયેલા સરકારી નિયમો અને માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવાયું હતું.

mumbai mumbai news diwakar sharma coronavirus covid19 maharashtra vasai virar