તમારી સોસાયટીમાં પણ નથી પાર્કિંગની જગ્યા, તો ટ્રાફિક પોલીસને કરો જાણ

29 January, 2021 09:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમારી સોસાયટીમાં પણ નથી પાર્કિંગની જગ્યા, તો ટ્રાફિક પોલીસને કરો જાણ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય - મિડ-ડે)

મુંબઈમાં દિવસે દિવસે પાર્કિંગની સમસ્યા ગંભીર થતી જઈ રહી છે. પરંતુ હવે ટ્રાફિક વિભાગ તમારી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો તમારી સોસાયટીમાં કોઈ પાર્કિંગની જગ્યા નથી, તો ટ્રાફિક વિભાગને જાણ કરો. તમારી સમસ્યાનું સમાધાન તેઓ કરી શકે છે. કેટલાક સોસાયટીના લોકોએ ટ્રાફિલ પોલીસને લખ્યું છે કે તેમના સોસાયટીમાં પાર્કિંગ સ્પેસ નથી એટલે તેમને રસ્તા પર પોતાની ગાડી પાર્ક કરવી પડે છે અને તેમની પાસે બીજો કોઈ વિકલ્પ છે જ નહીં. ટ્રાફિક પોલીસ હવે આ સોસાયટીઓનો સર્વે કરશે અને શક્ય બને તો આ રહેવાસીઓના ઘરની બહાર વાહનો માટે પાર્કિંગ ઝોન બનાવવામાં આવશે. જો પાર્કિંગની જગ્યા હોય, તો આ સોસાયટીઓમાં રહેતા લોકોએ જ પોતાનાં વાહનો પાર્ક કરવાના રહેશે.

મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિકથી છૂટકારો મેળવવા માટે, ટ્રાફિક પોલીસ ગેરકાયદેસર પાર્ક કરેલા વાહનો ઉપર સતત કાર્યવાહી કરી રહી છે. આ માટે મુંબઇમાં ઘણી એવી સોસાયટીઓ છે કે જેમાં પાર્કિંગની જગ્યા નથી, આ લોકોની પાર્કિંગની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક પોલીસ આ સોસાયટીઓનો સર્વે કરશે અને શક્ય બને તો તેઓ પાર્કિંગની સમસ્યા હલ કરવાનો પ્રયાસ કરશે.

મુંબઈમાં આવી ઘણી સોસાયટીઓ છે જે ઘણા વર્ષો જુની છે. પરંતુ વાહનોના પાર્કિંગ માટે કોઈ જગ્યા નથી, જેના કારણે તેઓ રસ્તા પર વાહનો પાર્ક કરવા પર મજબૂર છે, જેના કારણે ટ્રાફિક પોલીસ એના પર કાર્યવાહી કરે છે અને ચલાન કાપે છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલીક સોસાયટી તરફથી ટ્રાફિક પોલીસને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ જે મકાનમાં રહે છે તે ઘણો વર્ષો જૂની છે અને બિલ્ડિંગની અંદર પાર્કિંગની જગ્યાના અભાવે તેઓ રસ્તા પર વાહન પાર્ક કરવા પર મજબૂર છે. કેટલીક સોસાયટીએ ટ્રાફિલ પોલીસને પત્ર લખ્યો છે, જેના કારણે ટ્રાફિક પોલીસ હવે તે સોસાયટીઓનો સર્વે કરશે અને શક્ય બનશે તો તેઓ સોસાયટીની બહાર પાર્કિંગ ઝોન બનાવશે.

જૂની ઇમારતોમાં પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ નથી

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ સર્વેક્ષણમાં પ્રાથમિકતા હશે કે કઈ બિલ્ડિંગની આસપાસ પાર્કિંગ માટે જગ્યા મળી શકે છે કે નહીં? જો પાર્કિંગ હશે, તો જ સોસાયટીના લોકો ત્યાં પાર્કિંગ કરી શકશે. સાત રસ્તા પાસે રાઉન્ડ બિલ્ડિંગમાં રહેતા મોહસિન અગવાને જણાવ્યું કે બિલ્ડિંગ પાસે વાહનોનું પાર્કિંગ છે, જેના કારણે મુંબઈ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરતી રહે છે. આ બિલ્ડિંગ 100 વર્ષ જૂની છે, પરંતુ લોકોને પાર્કિંગની જગ્યાના અભાવે શેરીઓમાં પાર્ક કરવાની ફરજ પડી છે. બિલ્ડિંગ કમિટીએ આ મામલે ટ્રાફિક પોલીસને પણ અનેક પત્રો લખ્યા છે. રાઉન્ડ બિલ્ડિંગમાં રહેતા મોહસીન અગવાને મિડ ડેને કહ્યું, "અમારી બિલ્ડિંગમાં લગભગ પાંચ વાહનો છે, જેની સૂચિ અમે ટ્રાફિક પોલીસને આપી છે અને લોકોને પાર્કિંગની સુવિધા પૂરી પાડવા વિનંતી કરી છે."

બે મહિનાથી કપાયા આટલા ચલાન

મુંબઈ ટ્રાફિક પોલીસ પાસે 1 ડિસેમ્બર 2020થી 27 જાન્યુઆરી 2021 સુધી 25403 ફોર વ્હિલર વાહનો અને 20556 મોટરસાઈકલો પાર્કિંગ માટે ઈ-ચલાનો કાપવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ મુંબઇમાં કુલ 50 જાહેર પાર્કિંગ, 80 સ્ટ્રીટ પાર્કિંગ છે. પરંતુ ફક્ત 5 ટકા લોકો જ આ પાર્કિંગનો ઉપયોગ કરે છે. એવી ઘણી જગ્યા છે જ્યાં બીએમસીએ એક પાર્કિંગ સ્થાન બનાવ્યું છે, પરંતુ ઘરથી થોડે દૂર હોવાને કારણે ત્યાં લોકો પાર્કિંગ કરતા નથી, તો પણ કેટલાક લોકો એવા છે જે પાર્કિંગ વિસ્તાર વિશે જાણતા નથી જે એમના ઘરથી થોડા દૂર બન્યા છે.

mumbai mumbai news maharashtra mumbai traffic