મુંબઈઃપરિણીતાને ત્રાસ આપવા બદલ પતિની ધરપકડ

13 February, 2019 10:32 AM IST  |  | રોહિત પરીખ

મુંબઈઃપરિણીતાને ત્રાસ આપવા બદલ પતિની ધરપકડ

પતિ રાહુલ ભણસાલી સાથે પૂર્વી

સમાજના રૂઢિચુસ્ત રિવાજોથી તેમ જ સાસરિયાંના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સાઉથ મુંબઈના ખેતવાડીની પૂર્વી રાહુલ ભણસાલીની આત્મહત્યા માટે પોલીસે સોમવારે રાતે તેના પતિ રાહુલની ધરપકડ કરી હતી. કોર્ટે રાહુલને ૧૫ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી.


ચાર વર્ષ પહેલાં જ પરણેલી પૂર્વી ભણસાલીએ ચોથી ફેબ્રુઆરીએ તેના જ ઘરમાં બેડરૂમના પંખા પર બેડશીટનો ગળે ફાંસો લઈને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યા પછી પોલીસ-ફરિયાદથી ડરીને તેની સાસુ લક્ષ્મીબહેન, તેના સસરા બાબુભાઈ અને તેનો પતિ રાહુલ ઘર બંધ કરીને ભાગી ગયાં હતાં. જોકે પૂર્વીની માતા વિમળાબહેનની પોલીસ-ફરિયાદને કારણે સ્ભ્ રોડ પોલીસ-સ્ટેશને પૂર્વીના જેઠ હેમંત ભણસાલીની ઉમરગામથી ધરપકડ કરી હતી. જ્યારે તેની સાસુ લક્ષ્મીબહેનને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળે એની પોલીસ રાહ જોઈ રહી છે.


આ દરમ્યાન સોમવારે રાતના પૂર્વીનો પતિ રાહુલ વકીલોની ટીમ સાથે સ્ભ્ રોડ પોલીસ-સ્ટેશનમાં હાજર થયો હતો, જ્યાં પોલીસે તેની ધરપકડ કરીને ગઈ કાલે સવારે કોર્ટમાં હાજર કયોર્ હતો. કોર્ટે રાહુલને ૧૫ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડીનો આદેશ આપ્યો હતો. જોકે પૂર્વીના સસરા બાબુભાઈ ભણસાલી હજી ભાગતા ફરે છે. 

આ બાબતની માહિતી આપતાં સ્ભ્ રોડ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુલાબરાવ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂર્વીનાં સાસુ, સસરા અને પતિ સામે અમે ઘરમાં ગોંધી રાખવી અને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરણી કરવાના ગુના નોંધ્યા છે. તેના જેઠ હેમંત ભણસાલી અને રાહુલ ભણસાલીની અમે ધરપકડ કરી હતી. કોર્ટે બન્ને જણને ૧૫ ફેબ્રુઆરી સુધીની પોલીસ-કસ્ટડી આપી છે. સાસુ લક્ષ્મીબહેન અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે પૂર્વીના સસરા બાબુભાઈ ભણસાલી લાપતા છે.’

આ પણ વાંચોઃ મુંબઈઃ BMCના N વૉર્ડના અધિકારીઓ સફાળા જાગ્યા

પિતા વગરની પૂર્વીની આત્મહત્યાથી રાજસ્થાન સમાજના યુવાનોમાં સૌથી વધુ રોષ ફેલાયો હતો. ખેતવાડીના યુવાનો તો પૂર્વીની આત્મહત્યાના વિરોધમાં કૅન્ડલ માર્ચ કાઢવાની તૈયારી કરી રહ્યા છે એ જાણકારી આપતાં પૂર્વીના ભાઈ અંકિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૂર્વીની આત્મહત્યા પછી અમારા સમાજમાં યુવાનોમાં રોષ ભભૂકી રહ્યો છે. સૌ પોતાની બહેનોની ચિંતા કરી રહ્યા છે. પૂર્વી સાથે બન્યું એવું સમાજની અન્ય કોઈ દીકરી સાથે ન બને એના માટે હવે યુવાવર્ગ જાગ્રત થયો છે.’

mumbai news Crime News